central university in ladakh

Central sports minister statement: ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રાને જય શાહના નિવેદન બાદ વિવાદ થતા, કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યુ નિવેદન- જાણો શું કહ્યું?

Central sports minister statement: અનુરાગ ઠાકુર આશા કરી રહ્યાં છે કે પાકિસ્તાન ટીમ આગામી વર્ષે 50 ઓવરના વિશ્વકપમાં ભાગ લેવા માટે ભારત આવશે, તેમણે કહ્યું કે અમે દરેક ટીમનું સ્વાગત કરીએ છીએ. 

નવી દિલ્હી, 20 ઓક્ટોબરઃ Central sports minister statement: કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારે કહ્યું કે ગૃહ મંત્રાલય આગામી વર્ષે એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રા પર નિર્ણય કરશે, પરંતુ મને લાગે છે કે ખેલાડીઓની સરહદ પાર જવાની સંભાવના ખુબ ઓછી છે. પરંતુ અનુરાગ ઠાકુર આશા કરી રહ્યાં છે કે પાકિસ્તાન ટીમ આગામી વર્ષે 50 ઓવરના વિશ્વકપમાં ભાગ લેવા માટે ભારત આવશે. તેમણે કહ્યું કે અમે દરેક ટીમનું સ્વાગત કરીએ છીએ. 

હકીકતમાં આ મુદ્દો ત્યારે ઉઠ્યો જ્યારે બીસીસીઆઈના સર્કુલરમાં આ વાતનો ઉલ્લેખ હતો કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે, પરંતુ ટીમે સરકારની મંજૂરી લેવી પડશે. પરંતુ બીસીસીઆઈના સચિવ જય શાહ, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે, તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે નહીં. ટૂર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. 

આ પણ વાંચોઃ Timeline for bursting firecrackers: દિવાળીમાં માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા, આ શહેરોએ જાહેર કરી ટાઇમલાઇન- વાંચો વિગત

તેવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસીસીએ આ મામલા પર જલદી બેઠક કરવી પડશે. આ સિવાય ભારતનો આ નિર્ણય આગામી વર્ષે ભારતમાં યોજાનારા વનડે વિશ્વકપમાં પાકિસ્તાન ટીમની ભાગીદારીને પ્રભાવિત કરી શકે છે.

જય શાહના નિવેદન બાદ થયેલા વિવાદ પર ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું, ‘વિશ્વકપ’ માટે ક્વોલીફાઈ કરનારી દરેક ટીમોને (ભારતની ધરતી પર ભાગ લેવા) આમંત્રિત કરવામાં આવે છે. ઘણીવાર પાકિસ્તાનની ટીમ ભારત આવી રમી ચુકી છે. મને લાગે છે કે ભારત (અન્ય દ્વારા) હુકમ ચલાવવાની સ્થિતિમાં નથી અને કોઈ પાસે તે કરવાનું કારણ નથી. મને આશા છે કે બધા દેશ આવશે અને ટૂર્નામેન્ટ રમશે. 

તેમણે આગળ પાકિસ્તાનનો પ્રવાસ કરવાને લઈને કહ્યું- સંભાવનાઓ હંમેશા રહે છે. કોણે વિચાર્યું હતું કે કોવિડ આવશે. ગમે તે થઈ શકે છે. પરંતુ (ભારતીય ટીમની પાકિસ્તાન જવાની) સંભાવના વધુ નથી. આ એક નિર્ણય છે, જે ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવશે. 

આ પણ વાંચોઃ PM Will Launch Mission Life: PM મોદીએ મિશન લાઇફનું લોન્ચિંગ કર્યુ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના

Gujarati banner 01