Crackers patakha diwali

Timeline for bursting firecrackers: દિવાળીમાં માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા, આ શહેરોએ જાહેર કરી ટાઇમલાઇન- વાંચો વિગત

Timeline for bursting firecrackers: વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે

અમદાવાદ, 20 ઓક્ટોબરઃTimeline for bursting firecrackers: દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે.

આ ઉપરાંત રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદુષણ રોકવા માટે નિર્ણય લેવાયો છે. સાથે જ અધિક કલેક્ટરના જાહેરનામામાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરાશે. 

આ પણ વાંચોઃ PM Will Launch Mission Life: PM મોદીએ મિશન લાઇફનું લોન્ચિંગ કર્યુ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના

રાજકોટ અધિક કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ હાઈવે – 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં. આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર,  શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે. 

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ AAP declares 6th list candidates: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપે છઠ્ઠી યાદી જાહેર કરી- જુઓ કોણ કોણ આ યાદીમાં સામેલ?

Gujarati banner 01