Animal

Animal Advance Booking: એનિમલ ના એડવાન્સ બુકિંગે મચાવી ધમાલ, અઘઘ આટલા કરોડની કરી કમાણી

Animal Advance Booking: સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

મનોરંજન ડેસ્ક, 27 નવેમ્બરઃ Animal Advance Booking: રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હવે ફિલ્મના નિર્માતાએ 25 નવેમ્બરથી ફિલ્મ એનિમલનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મના એડવાન્સ બુકિંગને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે

એનિમલ નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મની અત્યાર સુધીમાં એક લાખ થી ઉપર ની ટિકિટો વેચાઈ ચુકી છે. આ સાથે ફિલ્મે 4 કરોડ 24 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ આંકડાઓને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.

દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ‘એનિમલ’ માટેની ટિકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં જનરલ સીટની ટિકિટ 600 રૂપિયા સુધી વેચાઈ રહી છે. મુંબઈમાં પણ કેટલીક જગ્યા એ ટિકિટ ના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો… Ceiling Fan Rules: તમે પણ પંખો ખરીદવાનું વિચારી રહ્યો છો? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની આ વાત ભૂલતા નહીં…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો