Ceiling Fan

Ceiling Fan Rules: તમે પણ પંખો ખરીદવાનું વિચારી રહ્યો છો? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની આ વાત ભૂલતા નહીં…

Ceiling Fan Rules: સીલિંગ ફેન સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો

નવી દિલ્હી, 27 નવેમ્બરઃ Ceiling Fan Rules: આજના એરકન્ડિશનના જમાનામાં પણ દરેક ભારતીય ઘરની છતમાં પંખા લટકેલા જોવા મળે છે. હાલ ભલે શિયાળાની શરૂઆત થઇ ચુકી હોય, પરંતુ શિયાળો પૂર્ણ થયા બાદ ફરીથી સીલિંગ ફેનનું માર્કેટ તેજીથી આકાશ આંબશે. ત્યારે ફેબ્રુઆરી બાદ શરુ થતી ગરમીમાં ઠંડક મેળવવા માટે સીલિંગ ફેન એટલે કે પાંખો ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે અમે ખાસ સમાચાર લઈને આવ્યા છીએ.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીલિંગ ફેન ખરીદનારા ગ્રાહકોને ચેતવણી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, ફેબ્રુઆરી 2024થી નવા પંખા ખરીદતા પહેલાં તમારે કેટલીક બાબતો તપાસવી ખૂબ જ જરૂરી છે.

024 પછી વેચવામાં આવનાર તમામ સીલિંગ ફેન્સ પર BISનો લોગો હોવો ફરજિયાત

કેન્દ્રીય ઉપભોક્તા મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, આગામી વર્ષથી સીલિંગ ફેન ખરીદતી વખતે ગ્રાહકોએ સાવચેતી રાખવી પડશે. પીયુષ ગોયલના જણાવ્યા અનુસાર, સીલિંગ ફેન સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને ગ્રાહક મંત્રાલયે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા નિયમોને કડક બનાવ્યા છે.

ગ્રાહક મંત્રાલયે તમામ પંખા મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2024 પછી વેચવામાં આવનાર તમામ સીલિંગ ફેન્સ પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો હોવો ફરજિયાત છે. BIS માર્ક વિનાના પંખાનું વેચાણ, સંગ્રહ અને આયાત કરી શકાશે નહીં.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આદેશ અનુસાર, પ્રથમ વખત નિયમનું ઉલ્લંઘન કરનારને 2 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આ ઉપરાંત ફરીથી નિયમનો ભંગ કરનારને 5 લાખ રૂપિયા દંડ અથવા પ્રોડક્ટની કિંમત કરતા 10 ગણો દંડ વસૂલવામાં આવી શકે છે. સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વિકસાવવામાં મદદ મળશે અને ઉત્પાદનમાં વધારો થશે.

આ પણ વાંચો… Censorship On OTT: Amazon હોય કે નેટફ્લિક્સ જો આ નિયમ તોડ્યો તો થશે પાંચ લાખનો દંડ, જાણો નિયમ વિશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો