Anuradha paudwal

Anuradha paudwal statement for azaan: અનુરાધા પૌડવાલે કહ્યું- ઇસ્લામિક દેશોમાં પણ લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં આવતી નથી તો ભારતમાં શા માટે?

Anuradha paudwal statement for azaan: 2017માં લોકપ્રિય ગાયક સોનુ નિગમે જેને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો તેમણે લાઉડસ્પીકર પર અજાનની સામે અવાજ ઉઠાવ્યો હતો

મનોરંજન ડેસ્ક, 07 એપ્રિલઃ Anuradha paudwal statement for azaan: દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલે અજાન પર મોટું નિવેદન આપ્યું છે. હજારો લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપનારી ગાયિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભારતમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ હવે બંધ કરી દેવો જોઈએ. અનુરાધાએ આગળ જણાવ્યું કે, દેશમાં આ પ્રકારના અભ્યાસની જરૂર નથી.

અનુરાધા પૌડવાલે કહ્યું કે, હું દુનિયાના ઘણા સ્થળોનો પ્રવાસ કરી ચૂકી છું. મેં ભારત સિવાય બીજે ક્યાંય આ નથી જોયું. હું કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ અહીં તેને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેઓ મસ્જિદમાં લાઉડસ્પીકર પર અજાન વગાડે છે. અન્ય સમુદાય સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે તો બીજા કેમ ન કરી શકે. 

આ પણ વાંચોઃ Check PF Account Balance: આ તારીખ સુધીમાં આવશે PF ખાતામાં વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો બેલેન્સ

તેમણે આગળ જણાવ્યું કે, મેં મધ્ય પૂર્વી દેશોનો પ્રવાસ કર્યો છે. ત્યાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. જ્યારે મુસ્લિમ દેશો તેને હતોત્સાહિત કરી શકે તો ભારતમાં આ પ્રથાની શું જરૂર છે. અને જો આ અભ્યાસ ચાલું રહ્યો તો લોકો લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દેશે અને તેનાથી જે માહોલ સર્જાશે તે સારો નહીં હોય. 

તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી બન્યું કે જ્યારે કોઈ સેલેબે લાઉડસ્પીકર પર અજાન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હોય. 2017માં લોકપ્રિય ગાયક સોનુ નિગમે જેને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો તેમણે લાઉડસ્પીકર પર અજાનની સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે ડીલીટ કરી દેવામાં આવેલા ટ્વીટમાં તેમણે દરરોજ સવારે અજાન સાંભળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પોતાના વિવાદિત ટ્વીટ બાદ ગાયકને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ Government doctors Strike: ડોક્ટરોની હડતાલનો આજે ચોથો દિવસ, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીના કલાકોમાં સુખદ અંત આવશે- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.