RJT railway sports

Shooting Championship: આર સી મીણાએ માં નેશનલ લેવલનો ખિતાબ જીત્યો

Shooting Championship: રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર સી મીણાએ શુટિંગ ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલનો ખિતાબ જીત્યો

રાજકોટ, 07 એપ્રિલ: Shooting Championship: રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર (Sr.DOM) આર.સી. મીણાએ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાનું ખિતાબ જીતીને રાજકોટ ડિવિઝનનું નામ રોશન કર્યું છે.

વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પુણે ખાતે હાલ માં યોજાયેલી 55મી ઓલ ઈન્ડિયા શૂટિંગ ચેમ્પિયનશિપમાં (Shooting Championship) આર સી મીણાએ 25 મીટર પિસ્તોલ શૂટિંગ કેટેગરીમાં સચોટ નિશાનો લગાવીને સિલ્વર મેડલ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આની પેહલા પણ આર સી મીણાએ 2019-20માં 54મી ઓલ ઈન્ડિયા નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં (Shooting Championship) 10 મીટર પિસ્તોલ શૂટિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પશ્ચિમ રેલવેને ગૌરવ અપાવ્યું હતું. મીણાએ 2017 અને 2019માં યોજાયેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રાજકોટના ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને આર.સી.મીણાને આ શાનદાર સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો..Anuradha paudwal statement for azaan: અનુરાધા પૌડવાલે કહ્યું- ઇસ્લામિક દેશોમાં પણ લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં આવતી નથી તો ભારતમાં શા માટે?

Gujarati banner 01