arvind singh bika

ATS arrested the accused: ATSને મોટી સફળતા અનેક રાજ્યમાં હત્યા, લૂંટ, ધાડ તથા જેલમાંથી ભાગી જનારની કરી ધરપકડ

ATS arrested the accused: એ.ટી.એસ. ગુજરાતના અધિકારીઓની ટીમ બનાવી હિરાવાડી ચાર રસ્તા ખાતે વોચમાં રહેલ, દરમ્યાન ઉપરોક્ત આરોપી ચાર રસ્તા તરફ ચાલતો આવતો જણાતા રેડ પાર્ટીના અધિકારીઓ તથા કર્મચારીઓએ કોર્ડન કરી રોકી લઇ પકડી લીધેલ છે

અમદાવાદ, 19 જુલાઇઃ ATS arrested the accused:ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એચ. કોરોટનાઓને ગુપ્ત રાહે માહિતી મળેલ કે, ગુજરાત, રાજસ્થાન, કેરલ સહિતના રાજ્યોમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી ના ગુનાઓમાં વોન્ટેડ તથા જેલ બ્રેક કરી ભાગી જનાર, પોલીસ જાપ્તામાંથી ફરાર, પોલીસ જાપ્તા ઉપર ફાયરીંગ કરી સહ-આરોપીને ભગાડનાર તથા પોલીસ ઉપર ફાયરીંગ કરનાર કુખ્યાત ટોળકીના સૂત્રધાર તથા ગેંગસ્ટર અરવિંદસિંઘ સ/ઓ શેતાનસિંઘ બિકા તા. ૧૮/૦૭/૨૦૨રના રોજ સાંજના સમય દરમ્યાન અમદાવાદ ખાતે હીરાવાડી ચાર રસ્તા ખાતે આવવાનો છે અને તે હંમેશા પોતાની પાસે હથિયાર રાખે છે.

જે અંગે એ.ટી.એસ. ગુજરાતના અધિકારીઓની ટીમ બનાવી હિરાવાડી ચાર રસ્તા ખાતે વોચમાં રહેલ, દરમ્યાન ઉપરોક્ત આરોપી ચાર રસ્તા તરફ ચાલતો આવતો જણાતા રેડ પાર્ટીના અધિકારીઓ તથા કર્મચારીઓએ કોર્ડન કરી રોકી લઇ પકડી લીધેલ અને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું અરવિંદસીંઘ ઉર્ફે અરવિંદ બીકા સ/ઓ શેતાનસીંઘ જાતે બીકા રાઠૌડ (રાજપૂત), રહે. ગુલાબગંજ, તા. રેવદર, જી. શીરોહી, રાજસ્થાનનો હોવાનું જણાવેલ, જેની અંગઝડતી તપાસ કરતા તેણે પોતાની કમરના પાછળના ભાગે ભરાવેલ એક પિસ્ટલ મળી આવેલ જે પીસ્તલમાં લોડ કરેલ મેગ્ઝીનમાંથી ૦૫ નંગ કારતૂસ મળી આવેલ.

આ ઉપરાંત તેણે ખભે લટકાવેલ થેલામાંથી અન્ય એક પિસ્તલ તથા એક તમંચો, એમ વગર લાયસન્સની પિસ્ટલ નંગ-૦૨ તથા દેશી તમંચો નંગ-૦૧ તથા પિસ્ટલના જીવતા કારતૂસ નંગ-૦૫ મળી આવતા સદર ગેંગસ્ટર અરવિંદસિંઘ બિકાની વિરૂધ્ધમાં એ.ટી.એસ. ખાતે આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગેંગસ્ટર અરવિંદસિંઘ બિકાએ પંદરેક ગેંગ મેમ્બર્સને સાથે રાખી હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ બ્રેક તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના, પોલીસ જાપ્તા ઉપર ફાયરીંગ કરી સહ-આરોપીને ભગાડવાના, તથા પોલીસ ઉપર ફાયરીંગ કરવા સહિતના કુલ ૩૫ થી વધુ ગંભીર ગુનાઓ આચરેલ છે. તે ફેસબુક તથા યુ-ટ્યુબ જેવી સોશીયલ મીડીયા સાઈટ્સ ઉપર અવાર-નવાર હથિયાર સાથે પોતાના ફોટો અને વીડીયો શેર કરી ધમકી ભરેલ પોસ્ટ મૂકતો રહે છે.

આ પણ વાંચોઃ Gujarat beach close due to heavy rain alert: ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા- વાંચો વિગત

આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:

  • વર્ષ 2016 માં અરવિંદ બિકાએ રાજસ્થાનના આબુ રોડ ખાતેથી પોલીસ ઉપર ફાયરીંગ કરી હત્યાના આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે નોવીને પોલીસ જાપ્તામાંથી છોડાવી લેધેલ હતો.
  • રાજસ્થાનના શીરોહી જીલ્લાના શીવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક ઉપર અરવિંદ બિકા ફાયરીંગ કરી નાસી ગયેલ હતો.જેમાં તેને આજીવન કેદની સજા થયેલ છે.
  • વર્ષ 2016 માં અરવિંદ બીકાએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને દિવાળીના દિવસોમાં કાલુપુર, અમદાવાદ ખાતેથી એક આંગડિયા કર્મીને રોકીને તેના ઉપર ફાયરીંગ કરી લૂંટને અંજામ આપેલ.
  • વર્ષ 2016-17 માં બનાસકાંઠા જીલ્લાના ધાનેરા ખાતે એક બેંક લૂંટવાના કેસમાં અરવિંદ બિકાની ધરપકડ થયેલ, પરંતુ ત્યારબાદ તે ડીસા જેલ તોડી ફરાર થઈ ગયેલ.
  • વર્ષ 2018માં સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ખાતે અરવિંદ બીકાએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને એક પ્રાઈવેટ કારની લીફ્ટ માંગી અને ડ્રાઈવરને તમંચો બતાવી લૂંટને અંજામ આપેલ.
  • વર્ષ 2018માં પાટણ જીલ્લાના ચાણસ્મા ખાતે અરવિંદ બીકાએ એક એક આંગડિયાકર્મીને તમંચો બતાવી લૂંટને અંજામ આપેલ.
  • આ ઉપરાંત અરવિંદ બીકાએ સહ આરોપીઓ સાથે મળીને પેટ્રોલ પંપ ઉપર લૂંટ કરેલ તથા વડગામ, બનાસકાંઠાની દૂધ-મંડળીના કર્મચારી ને રોકી રૂ. ૧૮ લાખની લૂંટ કરેલ.

આ પણ વાંચોઃ Monsoon rain Alert : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી

Gujarati banner 01