BIG B birthday

BIG B birthday: KBCના સેટ પર પત્નીને ભેટી રડી પડ્યા અમિતાભ બચ્ચન, અભિષેકે કર્યો શો હોસ્ટ- જુઓ વીડિયો

BIG B birthday: બિગ બીના જન્મદિવસે પત્ની અને પુત્રએ શોમાં આવીને આપ્યુ સપ્રાઇઝ

મુંબંઇ, 07 ઓક્ટોબરઃ BIG B birthday: સોની ટીવી પર 11 ઓક્ટોબરે પ્રસારિત થનારો ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ખૂબ જ ખાસ બનવાનો છે. આ દિવસે, શોના હોસ્ટ અને અભિનયની દુનિયાના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ કેબીસીના સેટ પર ઉજવવામાં આવશે. હા, બિગ બી 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. આ જ કારણ છે કે સોની ટીવી બિગ બીના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કરી રહ્યું છે. જે પ્રોમો સામે આવ્યો છે તે મુજબ, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન શોમાં દેખાવાના છે.

આ પણ વાંચો: World Bank Cuts india GDP: RBI બાદ હવે વર્લ્ડ બેન્કએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માં દેશના આર્થિક વિકાસ દરના અનુમાનને ઘટાડ્યુ- વાંચો વિગત

સોની ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો, જેમાં 11 ઓક્ટોબરે યોજાનારી ધમાલની ઝલક દર્શાવવામાં આવી હતી. કેબીસીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે અમિતાભ, જયા અને અભિષેક બચ્ચન એકસાથે શોનો ભાગ હશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે અમિતાભને ખબર પડે છે કે તેમની પત્ની અને પુત્ર KBC સ્ટેજ પર સ્પેશિયલ ગેસ્ટતરીકે આવ્યા છે તો તેઓ ભાવુક થઈ જાય છે અને તેમની આંખ માંથી આંસુ આવવા લાગે છે.. તે શોમાં તેના પુત્ર અને પત્નીનું શાનદાર સ્વાગત કરે છે.

જો કે, શો દરમિયાન જયા બચ્ચન કંઈક એવું કહે છે જે સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે. તેની આંખો ભીની થઈ જાય છે અને તે પોતાના આંસુ રોકી શકતો નથી. અમિતાભને રડતા જોઈ સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે શો દરમિયાન બચ્ચન પરિવારની ખાસ બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળે છે.અમિતાભ બચ્ચન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો આજે તેમની ફિલ્મ ‘ગુડબાય’ રિલીઝ થઇ રહી છે. આ ઉપરાંત અભિનેતા સૂરજ બડજાત્યા ની ફિલ્મ ‘ઊંચાઈ’ માં જોવા મળશે. 

આ પણ વાંચોઃ Student raped in toilet: કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયરે વિદ્યાર્થીની ટોયલેટમાં લઇ જઇ બળાત્કાર કર્યો- વાંચો શું છે મામલો?

Gujarati banner 01