Rape case

Student raped in toilet: કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયરે વિદ્યાર્થીની ટોયલેટમાં લઇ જઇ બળાત્કાર કર્યો- વાંચો શું છે મામલો?

Student raped in toilet: ટોયલેટમાં બે સીનિયર વિદ્યાર્થીઓએ 11 વર્ષની એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કર્યું

નવી દિલ્હી, 07 ઓક્ટોબરઃStudent raped in toilet: દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયમાં ટોયલેટમાં ગેંગરેપની ઘટનાએ કેટલાય સવાલો ઊભા કર્યા છે. ટોયલેટમાં બે સીનિયર વિદ્યાર્થીઓએ 11 વર્ષની એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, આ સંબંધમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ક્ષેત્રિય કાર્યલાયમાં પણ તપાસના આદેશ આપ્યા છે. આ કથિત ઘટના જૂલાઈની છે અને પીડિતાએ મંગળવારે દિલ્હી મહિલા આયોગ દ્વારા મામલો ઉઠાવતા પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાને ગંભીર મામલો ગણાવી ડીસીડબ્લ્યૂએ દિલ્હી પોલીસ અને સ્કૂલના આચાર્યને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ World cotton day 2022: ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી

સ્કૂલે પોલીસને સૂચના કેમ ન આપી ?

સ્કૂલના અધિકારીઓને એવું કહેવા માટે કહેવાયુ હતું કે, તેમના તરફથી પોલીસને ઘટનાની જાણકારી કેમ ન આપવામાં આવી. આ બાજૂ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કહ્યું કે, ઘટનાની સૂચના પીડિતા અથવા તેના માતા-પિતાએ સ્કૂલના પ્રિન્સિપાલને નહોતી આપી અને પોલીસ તપાસ બાદ આ મામલો સામે આવ્યો છે. કેવીએસ શિક્ષણ મંત્રાલય અંતર્ગત એક સ્વાયત નિકાય છે અને દેશના 25 ક્ષેત્રોમાં ફેલાયેલી 1200થી વધારે કેન્દ્રીય સ્કૂલોનું સંચાલન કરે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ મંગળવારે ફરિયાદ નોંધી અને તુરંત મામનો નોંધી લીધો હતો.શું શિક્ષકોએ મામલો દબાવ્યોડીસીડબ્લ્યૂના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું કે, અમે દિલ્હીની એક સ્કૂલની અંદર 11 વર્ષની છાત્રા સાથે સામૂહિક બળાત્કારના એક અત્યંત ગંભીર મામલાની જાણકારી મળી.

છોકરીએ આરોપ લગાવ્યો છે કે, તેની શાળાના શિક્ષકો આ મામલાને દબાવાની કોશિશ કરે છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, રાજધાનીમાં સ્કૂલમાં પણ બાળકો સુરક્ષિત નથી. તેમણે આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચોઃ Arun bali passed away: ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અરૂણ બાલીનું નિધન- વાંચો વિગત

Gujarati banner 01