World Bank Cuts india GDP

World Bank Cuts india GDP: RBI બાદ હવે વર્લ્ડ બેન્કએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માં દેશના આર્થિક વિકાસ દરના અનુમાનને ઘટાડ્યુ- વાંચો વિગત

World Bank Cuts india GDP: વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતનો જીડીપી આ વર્ષે 6.5 ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા જૂન, 2022માં વર્લ્ડ બેન્કે જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. 

બિઝનેસ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ World Bank Cuts india GDP: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ( IMF) અને વર્લ્ડ બેન્કની બેઠક પહેલા સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિશ્વ બેન્કે આ વાત કહી છે. પરંતુ તેનું માનવું છે કે દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારત ઝડપથી રિકવર કરી રહ્યું છે.

સાઉથ એશિયા માટે વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી Hans Timmer એ કહ્યું કે કોવિડના પહેલા ફેઝમાં ભારે ઘટાડા બાદ ગ્રોથના મામલામાં દક્ષિણ એશિયાના અન્ય દે શોના મુકાબલે ભારતે સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત પર કોઈ વધુ વિદેશી દેવુ નથી જે સકારાત્મક વાત છે. સાથે તેમણે કહ્યું કે સર્વિસ સેક્ટર ખાસ કરીને સર્વિસ એક્સપોર્ટના ક્ષેત્રમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે. 

આ પણ વાંચોઃ Student raped in toilet: કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયરે વિદ્યાર્થીની ટોયલેટમાં લઇ જઇ બળાત્કાર કર્યો- વાંચો શું છે મામલો?

Hans Timmer પ્રમાણે વૈશ્વિક સ્થિતિની ભારત સહિત બધા દેશો પર અસર પડી રહી છે, જેના કારણે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડવું પડ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાભરની અર્થવ્યવસ્થામાં સ્લોડાઉનનો સંકેત જોવા મળી રહ્યો છે. તેના બે કારણો છે. પ્રથમ હાઈ ઇનકમવાળા દેશોની અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ ધીમી પડી રહી છે તો આકરી નાણાકીય નીતિને કારણે લોન મોંઘી થઈ રહી છે, જેથી વિકાસશીલ દેશોમાં કેપિટલ આઉટફ્લો જોવા મળી રહ્યો છે. 

આ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ 30 સપ્ટેમ્બર, 2022ના મોનિટરી પોલિસીની જાહેરાત કરી હતી, જેમાં 2022-2023માં 7 ટકા જીડીપી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. 

આ પણ વાંચોઃ World cotton day 2022: ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી

Gujarati banner 01