Shweta Tiwari 4

Controversial statement of Shweta: ભગવાન મારી બ્રાની સાઇઝ માપી રહ્યા છે’, શ્વેતા તિવારીના આ નિવેદન પર બબાલ, ગૃહમંત્રીએ લીધો આ એક્શન

Controversial statement of Shweta: ફેશનવર્લ્ડ સાથે જોડાયલી એક વેબ સિરીઝ માટે પ્રોડક્શન ટીમ સાથે 26 જાન્યુઆરીએ શ્વેતા ભોપાલ આવી

બોલિવુડ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ Controversial statement of Shweta: ‘બિગ બોસ’માં ‘સીઝન-4’ની વિનર રહી ચૂકેલી શ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભોપાલમાં વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન તેણે ભગવાન પર વિવાદને નોતરતું સ્ટેટમેન્ટ આપ્યું. તેની એક લાઈનથી અનેક વિવાદ શરુ થઈ ગયો છે. ભોપાલમાં એક વાતચીત દરમિયાન તેણે કહ્યું, ‘મારી બ્રાની સાઈઝનું માપ ભગવાન લઇ રહ્યા છે.’

ફેશનવર્લ્ડ સાથે જોડાયલી એક વેબ સિરીઝ માટે પ્રોડક્શન ટીમ સાથે 26 જાન્યુઆરીએ શ્વેતા ભોપાલ આવી હતી. આ દરમિયાન હોટેલમાં તેનું ઇન્ટરવ્યૂ ચાલુ હતું. આના પર સર્જાયેલા વિવાદમાં હજી વધુ ભડકો થાય તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો બેફામ કમેન્ટ્સ કરીને શ્વેતા તિવારી પર તૂટી પડ્યા છે.

આ મુદ્દે હવે સત્તાધીશો પણ સક્રિય થયા છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના આ વિવાદાસ્પદ નિવેદનની ગંભીર નોંધ લીધી છે. પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ‘શ્વેતા તિવારીનું નિવેદન મેં સાંભળ્યું છે, જોયું છે. આ નિવેદનની હું નિંદા કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે તપાસ કરીને ફટાફટ તેનો રિપોર્ટ મને સોંપે. તે પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

આ વિવાદમાં હવે હિંદુ સંગઠનો પણ એક્ટિવ થઈ ગયાં છે. ‘સંસ્કૃતિ બચાઓ મંચ’ નામના સંગઠનના ચંદ્રશેખર તિવારીએ પોતાનું સ્ટેટમેન્ટ બહાર પાડીને માગ કરી છે કે, ‘શ્વેતા તિવારી જાહેરમાં આ મુદ્દે માફી માગે. ફિલ્મ ડિરેક્ટરો અને અભિનેતા-અભિનેત્રીઓએ જાણે હિંદુ ધર્મના ભગવાનોનું અપમાન કરવાનો ઠેકો લીધો છે.’ એણે મધ્ય પ્રદેશના ગૃહમંત્રીને શ્વેતા તિવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને તેની ધરપકડ કરવાની અને તે વેબ સિરીઝના શૂટિંગની પરમિશન રદ્દ કરી દેવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ Yuvraj and Hazel became parents:પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ બન્યો પિતા, હેઝલે આપ્યો દીકરાને જન્મ, સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી ખુશખબરી

વિવાદના મૂળમાં રહેલી આ વેબ સિરીઝ ફેશન વર્લ્ડ પર આધારિત છે અને તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. તે વિશેની એક પ્રેસ કોન્ફરન્સમાં આ સિરીઝની તમામ સ્ટારકાસ્ટ સ્ટેજ પર હાજર હતી. ‘શો સ્ટોપર્સ’ નામની આ વેબ સિરીઝમાં શ્વેતા તિવારી ઉપરાંત કંવલજીત સિંહ, રોહિત રોય, સૌરભ રાજ જૈન જેવા કલાકારો અભિનય કરી રહ્યાં છે. એક પત્રકારે અભિનેતા સૌરભ રાજ જૈન, જે ટેલિવિઝનના પડદા પર ભગવાન શ્રીકૃષ્ણનું અને અન્ય ધાર્મિક પાત્રો ભજવવા માટે જાણીતો છે, તેને પૂછ્યું કે, તમે તો ભગવાનનાં પાત્રો ભજવવા માટે જાણીતા છો, આ ફેશન વર્લ્ડમાં ક્યાંથી ફસાઈ ગયા? તેના જવાબમાં સૌરભ રાજ જૈન કશું બોલે એ પહેલાં મજાક મજાકમાં શ્વેતા તિવારી બોલી ગઈ કે, ‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝનું માપ લઇ રહ્યા છે.’ દેખીતી રીતે જ શ્વેતા તિવારીનો ઇશારો અભિનેતા સૌરભ રાજ જૈનના પાત્ર તરફ હતો. એ દરમિયાન બધાએ આ વાત મજાક સમજીને ઉડાવી દીધી અને તેને સહેજ પણ ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ હવે આ સ્ટેટમેન્ટનો વીડિયો પબ્લિક પ્લેટફોર્મ પર આવતાં નવો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારનાં એક્સ્ટ્રીમ રિએક્શન આપી રહ્યાં છે

Gujarati banner 01