Yuvraj and Hazel became parents

Yuvraj and Hazel became parents:પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ બન્યો પિતા, હેઝલે આપ્યો દીકરાને જન્મ, સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી ખુશખબરી

Yuvraj and Hazel became parents: યુવરાજે આ સારા સમાચારને પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવાની સાથે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી પણ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ Yuvraj and Hazel became parents: પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પુત્રનો પિતા બન્યો છે. 40 વર્ષીય યુવરાજે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ જાણકારી પોતાના ચાહકો સાથે શેર કરી હતી. યુવરાજે આ સારા સમાચારને પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવાની સાથે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી પણ કરી હતી.

યુવરાજે ટ્વીટ કર્યું, “અમારા તમામ ચાહકો, કુટુંબીજનો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અમારા બાળકનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ.

નોંધનીય છે કે, સ્ટાર બેટ્સમેને યુવરાજે 2012માં કેન્સરની બીમારીમાંથી સાજા થયા પછી નવેમ્બર 2015માં બ્રિટિશ નાગરિક હેઝલ કીચ સાથે સગાઈ કરી અને એક વર્ષ પછી નવેમ્બર 2016માં બંને લગ્નના બંધનમાં બંધાયાં હતાં. હેઝલ કીચ બોલિવુડ અભિનેત્રી છે, લગ્ન બાદ તેણે બોલિવુડને અલવિદા કહી દીધું છે.

આ પણ વાંચોઃ Fire in a parked car: વડોદરામાં પૂર્વ મંત્રી અને ભાજપના MLA યોગેશ પટેલની પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી

Gujarati banner 01