Film chhello show select for oscar 2022

Film chhello show select for oscar 2022: ગુજરાતી ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રી, ‘છેલ્લો શો’ ઓસ્કર 2023માં નોમિનેટ થઈ

Film chhello show select for oscar 2022: આ વાતની ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી

મનોરંજન ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Film chhello show select for oscar 2022: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ની ઓસ્કરમાં એન્ટ્રી થઈ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કર-2023 માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે.

આ પણ વાંચોઃ violent protest at durga bhawan temple: ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક પ્રદર્શન, હિન્દુઓમાં ડરનો માહોલ

હવે આ ‘છેલ્લો શો’ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવૉર્ડ્સ’ એટલે કે ‘ઓસ્કર અવૉર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે.

2023ની સાલમાં અમેરિેકાના લોસ એન્જલસમાં યોજાનાર ઓસ્કર અવૉર્ડ્સમાં ફિલ્મ છેલ્લો શો ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઈન્ટરનેશનલ કેટેગરીની ફિલ્મો સાથેની સ્પર્ધામાં ઉતરશે.

આ પણ વાંચોઃ Raju srivastava passed away: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દુનિયાને કહ્યુ અલવિદા, હોસ્પિટલમાં જ લીધા અંતિમ શ્વાસ

Gujarati banner 01