Film OM mangalam singlem teaser lauch

Film OM mangalam singlem teaser lauch: મલ્હાર- આરોહીની જોડી ફરી બિગ સ્ક્રીન પર જોવા મળશે, જુઓ ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું ટીઝર

Film OM mangalam singlem teaser lauch: ‘લવની ભવાઈ’ ફિલ્મનાં મેકર્સ લઇને આવી રહ્યાં છે નવી વાર્તા સાથે ફિલ્મ ઓમ મંગલમ્ સિંગલમ્

મનોરંજન ડેસ્ક, 12 ઓક્ટોબરઃ Film OM mangalam singlem teaser lauch: ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ કાળ ફરી પાછો આવી ગયો છે. હવે ગુજરાતી ફિલ્મ જ્યારે પણ થિયેટરમાં રિલીઝ થાય છે ત્યારે લોકોને એડવાન્સ બુકિંગની જરૂર પડવા લાગી છે. કારણ કે, થિયેટર ખૂબ જ ઝડપથી હાઉસફુલ થઈ જાય છે. અહીં અમે નવાં ઢોલીવૂડનાં ચાહકો માટે એક શાનદાર સમાચાર લઈને આવ્યા છીએ. મલ્હાર આરોહીની નવી ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ આવી રહી છે.

દર્શકોનાં ધુંઆધાર મલ્હાર અને સૌનો પ્રેમ લૂંટતી આરોહી પટેલની જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. દર્શકો માટે વધુ એક ખુશીની વાત એ છે કે, આ અગાઉ તમારા દ્વારા ખૂબ જ પ્રેમ આપવામાં આવેલી ‘લવની ભવાઈ’ ફિલ્મનાં મેકર્સ એટલે કે ડાયરેક્ટર સંદિપ પટેલ અને પ્રોડ્યુસર આરતી વ્યાસ પટેલ દ્વારા જ આ ફિલ્મ બનાવવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Aarohi (@iamaarohii)

ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું ટીઝર અને પોસ્ટર સામે આવી ગયું છે. ટ્રેલર માટે તમારે કેટલી રાહ જોવી પડશે તે નક્કી કહી શકાય નહી. પરંતુ ફિલ્મ માટે કેટલી રાહ જોવાની છે તે નક્કી છે કારણકે આ ફિલ્મ આવતા મહિને જ થિયેટરમાં આવી જશે અને તમે એકવાર ફરી આ શાનદાર જોડીને સાથે નિહાળી શકશો. ફિલ્મ 18 નવેમ્બર, 2022એ થિયેટરમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ job in SBI: SBIએ 1600થી વધુ જગ્યા પર બમ્પર ભરતીની જાહેરાત- આજે ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ

આ પણ વાંચોઃ First ethanol car launched: ઈલેક્ટ્રિક અને ઈથેનોલ બંને પર ચાલતી દેશની પ્રથમ હાઈબ્રિડ કાર લોન્ચ, નીતિન ગડકરીએ પોતે કરી કાર ડ્રાઈવ

Gujarati banner 01