job in SBI: SBIએ 1600થી વધુ જગ્યા પર બમ્પર ભરતીની જાહેરાત- આજે ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ

job in SBI: SBI PO Recruitment 2022 માટે આજે છેલ્લી તારીખ

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ job in SBI: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસરના હોદ્દાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.

જાણકારી અનુસાર સફળ અરજી કરનારા ઉમેદવારોને માટે SBI પ્રારંભિક પરીક્ષાનું આયોજન 17, 18, 19 અને 20 ડિસેમ્બરે કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ SBI PO મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ સાઈકોમેટ્રિક ટેસ્ટમાં સામેલ થઈ શકશે. એસબીઆઈ પીઓ 2022 માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. ઉમેદવાર 27 ઓક્ટોબર સુધી તેમના અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કરી શકશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1673 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

આ પણ વાંચોઃ First ethanol car launched: ઈલેક્ટ્રિક અને ઈથેનોલ બંને પર ચાલતી દેશની પ્રથમ હાઈબ્રિડ કાર લોન્ચ, નીતિન ગડકરીએ પોતે કરી કાર ડ્રાઈવ

SBI PO Recruitment 2022 માટે અરજી કરવાના પગલાં

સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ sbi.co.in.પર જાઓ.
અહીં કરિયર લિંક પર ક્લિક કર્યા બાદ એત નવું પેજ ખુલશે.
એસબીઆઈ પીઓ લિંકને ક્લિક કરો અને ઓનલાઈન અરજી કરો.
અરજી ફીની ચૂકવણી કરો.
અરજી ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ કઢાવી લો.

SBI PO Recruitment 2022 માટે અરજી ફી

સામાન્ય, ઈડબલ્યૂએસ અને ઓબીસી ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 750 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. જ્યારે SC\ST\PWBD ઉમેદવારોને અરજી ફીમાં છૂટ આપવામાં આવી છે.

SBI PO Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

કુલ પોસ્ટની સંખ્યા – 1673

આ પણ વાંચોઃ Ganguly Replaced By BCCI President Roger Binny: સૌરવ ગાંગુલીના બદલે BCCI નવા અધ્યક્ષ રોજર બિન્ની- જય શાહ સચિવ રહેશે

Gujarati banner 01