mega blockbuster cast trailer more

Ganguly made a big mistake: બોલિવુડ અને ક્રિકેટ સેલિબ્રિટી શેર કરી રહ્યા મેગા બ્લોકબસ્ટરનું પોસ્ટર, પણ સૌરવ ગાગુંલીએ કરી મોટી ભૂલ

Ganguly made a big mistake: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, તે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ મેગા બ્લોક બસ્ટરનું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

મનોરંજન ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Ganguly made a big mistake: કેટલાક દિવસથી બોલિવૂડના સિતારાઓ સહિત અનેક લોકો Mega Blockbusterનું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા હતા. સૌથી પહેલાં કપિલે અપકમિંગ પ્રોજેક્ટ ‘મેગા બ્લોકબસ્ટર’નું પોસ્ટર શૅર કર્યું હતું. બાદમાં અનેક સિતારાઓ પણ પોસ્ટર શેર કરી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, તે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ મેગા બ્લોક બસ્ટરનું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

લોકો પણ આ જાણવા માટે ઉત્સાહિત હતા કે, આખરે આ મેગા બ્લોકબસ્ટર શું છે? શું આ ફિલ્મ છે કે પછી કોઈ મોટો પ્રોજેક્ટ છે. પરંતુ આ વચ્ચે સૌરભ ગાંગુલીની એક પોસ્ટથી સમગ્ર પ્રોજેક્ટનો ભાંડો ફૂટી ગયો હતો અને કરોડોના ખર્ચે ચાલતા આ કેમપેઇનનો ધબડકો કર્યો હતો.

આ પણ વાંચોઃ Nora money laundering case: જેક્લીન બાદ નોરા ફતેહીની મુશ્કેલી વધી, પોલીસે નોરાની 6 કલાક સુધી કરી પૂછપરછ

સૌરભ ગાંગુલીએ મેગા બ્લોક બસ્ટરમનું પોસ્ટર શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, ‘Post copy: It was fun shooting for it! My new Mega Blockbuster is releasing soon. #TrailerOut4theSept #MegaBlockbuster. Please ensure that the MEESHO branding or hashtag is nowhere mentioned in September 1’s post.’

surav ganguli 1662197740

એટલે કે, આ કોપી-પેસ્ટ કરો. શૂટિંગમાં મજા આવશે. મારું નવું મેગા બ્લોકબસ્ટર જલ્દી જ રિલીઝ થશે. પરંતુ ધ્યાન રાખો કે, 1 સપ્ટેમ્બરની પોસ્ટમાં ક્યાંય પણ MEESHOની બ્રાન્ડિંગનો કે હેશટેગનો ઉલ્લેખ કરવામાં ન આવે.

ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદાના તથા કપિલ શર્માએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો લુક શૅર કર્યો હતો. રશ્મિકા હાથ જોડતી જોવા મળી હતી. કપિલ જૂના ફિલ્મી હીરોના લુકમાં જોવા મળ્યો હતો. તેણે કલરફુલ કપડાં પહેર્યા હતા.દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટર શૅર કરીને ચાહકોને ‘સરપ્રાઇઝ’ કર્યા હતા.

આ પણ વાંચોઃ Bhadarvi poonam mela time: અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

Gujarati banner 01