Ambaji temple

Bhadarvi poonam mela time: અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

Bhadarvi poonam mela time: જાણો મંદિરમાં માતાજીના થાળ અને આરતીનો સમય

અંબાજી, 03 સપ્ટેમ્બરઃ Bhadarvi poonam mela time: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લેવા નાયબ વન સંરક્ષક પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૯ (નોમ) તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.


તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ દરમ્યાન અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે ૦૫:૦૦ થી ૦૫:૩૦, દર્શન સવારે ૦૫:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૭:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૪:૦૦ રહેશે. તા.૧૧/૦૯/૨૦૨૨ થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

આ પણ વાંચોઃ Deesa protest against religious conversion: માલગઢમાં બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે બનાસકાંઠાનું ડીસા શહેર આજે સજ્જડ બંધ, પોલીસે કર્યો લાઠીચાર્જ

આ પણ વાંચોઃ FIR Against Gopal italiya: આપના નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ફરિયાદ, કર્યા હતા આવા શબ્દોના પ્રયોગ

Gujarati banner 01