kiara siddharth love story End

kiara siddharth love story End: સિદ્ધાર્થ મલ્હોત્રાને કિઆરા અડવાણીની લવ સ્ટોરીનો આવ્યો અંત, હવે કારણ આવ્યુ સામે

kiara siddharth love story End: સિદ્ધાર્થ તથા કિઆરાએ પરસ્પર સહમતિથી બ્રેકઅપનો નિર્ણય લીધો

મનોરંજન ડેસ્ક, 28 એપ્રિલઃkiara siddharth love story End: કિઆરા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાના બ્રેકઅપથી ચાહકોને આંચકો લાગ્યા છે. વેબ પોર્ટલ બોલિવૂડ લાઇફના અહેવાલ પ્રમાણે, સિદ્ધાર્થ તથા કિઆરાએ પરસ્પર સહમતિથી બ્રેકઅપનો નિર્ણય લીધો હતો. બ્રેકઅપ બાદ તેમના સંબંધોમાં કડવાશ રહેશે નહીં. તેમની વચ્ચેના પ્રેમનો અંત આવ્યો છે, પણ તેઓ હંમેશાં મિત્રો રહેશે. ભવિષ્યમાં તેઓ ફિલ્મમાં સાથે કામ પણ કરશે, કારણ કે બંને એકબીજાને માન આપે છે.

સિદ્ધાર્થ તથા કિઆરાએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. એક ઇન્ટરવ્યૂમાં કિઆરાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ નિકટનો મિત્ર છે. તે પોતાના કામ અંગે ઘણો જ ફોક્સ રહે છે. શૂટિંગ પહેલાં પુષ્કળ તૈયારી કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘થેંક ગોડ’, ‘યૌદ્ધા’ તથા ‘મિશન મંજૂ’માં કામ કરી રહ્યો છે. કિઆરા ‘ભૂલ ભુલૈયા 2’, ‘ગોવિંદા નામ મેરા’, ‘જુગ જુગ જિઓ’ તથા તેલુગુ ફિલ્મ ‘RC 15’માં કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ Ayesha suicide case: ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાને મળ્યો ન્યાય- વાંચો શું હતો મામલો?

આ પણ વાંચોઃ New corona case update: દેશમાં ફરી વધ્યો કોરોનાનો કહેર, નવા કેસનો આંકડો 3 હજારને પાર- પોઝિટીવીટી રેટમાં પણ થયો વધારો

Gujarati banner 01