Ayesha suicide case

Ayesha suicide case: ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાને મળ્યો ન્યાય- વાંચો શું હતો મામલો?

Ayesha suicide case: કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય, કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી

અમદાવાદ, 28 એપ્રિલઃ Ayesha suicide case: આયશાના છેલ્લા વીડિયોને કોર્ટે મહત્વનો ગણીને આજે કોર્ટે આયશાના આરોપી પતિ આરિફને દોષિત ગણ્યો હતો અને આરિફને 10 વર્ષની સજા આપી છે. અમદાવાદમાં બહુ ચર્ચાસ્પદ રહેલા આયશા આત્મહત્યા મામલામાં કોર્ટે આરોપી પતિને દોષિત જાહેર કરી સજા સંભળાવી છે.

ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે આયશાએ પતિના ત્રાસના કારણે આપઘાત કરતાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોને સેશન્સ કોર્ટે મહત્વનો પુરાવો ગણ્યો છે. આ મામલે તપાસમાં આરોપીના વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટને  મહત્વનો પુરાવો કોર્ટે ગણ્યો છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી. 

આ પણ વાંચોઃ New corona case update: દેશમાં ફરી વધ્યો કોરોનાનો કહેર, નવા કેસનો આંકડો 3 હજારને પાર- પોઝિટીવીટી રેટમાં પણ થયો વધારો

આયશાએ બનાવેલા વીડિયોમાં આયશાએ પોતાનું દર્દ વર્ણવ્યું હતું તેણે વીડિયોમાં કહ્યું હતું કે, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફખાન. ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ. ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ. ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી કરેગે?

આ પણ વાંચોઃ Salim murder case: સુરતમાં ફરી એક વ્યક્તિની હત્યા, ત્રણ શંકાસ્પદ યુવકોની પૂછપરછ કરાઇ- વાંચો વિગત

Gujarati banner 01