New corona case update: દેશમાં ફરી વધ્યો કોરોનાનો કહેર, નવા કેસનો આંકડો 3 હજારને પાર- પોઝિટીવીટી રેટમાં પણ થયો વધારો

New corona case update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, 28 એપ્રિલઃ New corona case update: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે અને પોઝિટીવીટી રેટમાં પણ વધારો થયો છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ આંકડામાં વધારો થઈ રહ્યો છે, જે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે, જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 980 થઈ ગઈ છે.

દૈનિક પોઝિટીવીટી રેટ પણ વધીને (0.66%) થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 2563 નવા દર્દીઓ સાજા પણ થયા છે.

જો કુલ આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 28 હજાર 126 થઈ ગઈ છે. આ સિવાય મહામારીના કારણે 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ Sokhada gunatit swami mysterious death: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન, અંતિમવિધિ અટકાવાઇ- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Elon Musk wants to buy Coca Cola: ટ્વિટર ડીલ બાદ હવે એલન મસ્કે ટ્વિટ કરી કહ્યું- હવે હું Coca-Cola પણ ખરીદી લઇશ!

Gujarati banner 01