Kriti Pulkit got Married

Kriti Pulkit got Married: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્ન બંધનમાં બંધાયા, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો

Kriti Pulkit got Married: પુલકિતની શેરવાનીએ બધાનું ધ્યાન ખેંચ્યું, પુલકિતની શેરવાની પર ઘણા મંત્રો છપાયેલા જોવા મળ્યા

બોલિવુડ ડેસ્ક, 16 માર્ચઃ Kriti Pulkit got Married: બોલિવુડના પાવર કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ કાયમ માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, કપલે તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ ગયા છે.

તસવીરો શેર કરતા કૃતિએ લખ્યું છે કે ઊંડા વાદળી આકાશથી સવારના કિરણો સુધી. ઉતાર-ચઢાવ પર હંમેશા તમે. શરૂઆતથી અંત સુધી, જ્યારે પણ મારું હૃદય કંઈક અલગ ધબકે છે તે તમારા માટે.

આ પણ વાંચોઃ Anuradha Paudhwal Joined BJP : બોલિવુડના જાણીતા સિંગર ભાજપમાં જોડાયા, વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, વેડિંગ સેરેમની હરિયાણાના માનેસર સ્થિત હોટેલ ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં રાખવામાં આવી હતી. પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

View this post on Instagram

A post shared by Pulkit Samrat (@pulkitsamrat)

 કૃતિ પિંક કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. આ દરમિયાન પુલકિત ગ્રીન શેરવાનીમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પુલકિતની શેરવાનીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પુલકિતની શેરવાની પર ઘણા મંત્રો છપાયેલા જોવા મળ્યા હતા. અભિનેતાની શેરવાનીની ડિઝાઈન એકદમ અલગ રહી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો