Anuradha Paudhwal Joined BJP

Anuradha Paudhwal Joined BJP : બોલિવુડના જાણીતા સિંગર ભાજપમાં જોડાયા, વાંચો વિગત

Anuradha Paudhwal Joined BJP : ભાજપમાં જોડાયા બાદ અનુરાધા પૌડવાલે કહ્યું કે, “મને ખુશી છે કે આજે હું એવા લોકો સાથે જોડાઈ રહી છું જેમનો સનાતન સાથે ઊંડો સંબંધ છે.

મુંબઇ, 16 માર્ચઃ Anuradha Paudhwal Joined BJP : દેશમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ પહેલા પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ ગયા છે.

આજે બપોરે ભાજપ ઓફિસ પહોંચ્યા અને પાર્ટીમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અનુરાધા પૌડવાલે કહ્યું કે, “મને ખુશી છે કે આજે હું એવા લોકો સાથે જોડાઈ રહી છું જેમનો સનાતન સાથે ઊંડો સંબંધ છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભક્તિ ગીતો પણ ગાયા છે. રામલલાની સ્થાપના થઈ ત્યારે મને ત્યાં ગાવાનો મોકો મળ્યો, એ મારું સૌભાગ્ય છે.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો