meera chopra wedding

Meera Chopra Got Married: પ્રિયંકા ચોપરાની બહેન મીરાએ બિઝનેસમેન રક્ષિત કેજરીવાલ સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાયરલ

Meera Chopra Got Married: મીરા અને રક્ષિતના લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને મહેમાનોએ હાજરી આપી હતી

બોલિવુડ ડેસ્ક, 13 માર્ચઃ Meera Chopra Got Married: બોલિવૂડની ‘દેશી ગર્લ’ એટલે કે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન અને અભિનેત્રી મીરા ચોપરાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેણે બિઝનેસમેન રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કર્યા છે. 12 માર્ચે જયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન સમારોહ યોજાયો હતો.

મીરા અને રક્ષિતના લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને મહેમાનોએ હાજરી આપી હતી. મીરાએ લગ્ન સમારોહમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. મીરાએ આ લગ્ન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. નેટીઝન્સ આના પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

લગ્નની તસવીરો પોસ્ટ કરતી વખતે મીરાએ તેને કેપ્શન આપ્યું, ‘દરેક જન્મ તમારી સાથે રહેશે.’ મીરા અને રક્ષિતના લગ્ન જયપુર-દિલ્હી હાઈવે પર બુએના વિસ્ટા લક્ઝરી ગાર્ડન સ્પા રિસોર્ટમાં થયા હતા.

આ પણ વાંચોઃ Aadhaar Card Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, UIDAIએ આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે, મીરાએ ‘સેક્શન 375’ અને ‘સફેદ’ ફિલ્મમાં કામ કર્યું છે. ‘સફેદ’માં તેણે બરખા બિષ્ટ, છાયા કદમ અને જમીલ ખાન સાથે કામ કર્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો