Aadhaar Card Update

Aadhaar Card Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, UIDAIએ આપી જાણકારી

Aadhaar Card Update: મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી હતી જે વધારીને હવે 14 જૂન કરી દેવામાં આવી છે

નવી દિલ્હી, 13 માર્ચઃ Aadhaar Card Update: કેન્દ્ર સરકારે ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરવાની ડેડલાઈન વધારી દીધી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તરીક 14 માર્ચ હતી. પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં myAadhaar portal પર મળી રહે છે. 

જેમનું આધારકાર્ડ10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગઈન કરવું પડશે. આ મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી હતી જે વધારીને હવે 14 જૂન કરી દેવામાં આવી છે. ત્યારબાદ આધાર અપડેટ કરાવવા માટે 25 રૂપિયા આપવા પડશે. 

આ પણ વાંચોઃ Stock Market Suddenly Crashes: બજાર ખુલતાની સાથે જ મોટા ભાગના શેરોમાં થયો ઉછાળો, પછી સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડ્યો

સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે, જે લગભગ 50 રૂપિયા છે. તમે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો