Nickel Nichols

Nickel Nichols pass away: પ્રખ્યાત અભિનેત્રી નિકેલ નિકોલ્સે કહ્યું દુનિયાને અલવિદા, 89 વર્ષની વયે અવસાન

Nickel Nichols pass away: નિકલ નિકોલ્સના પુત્ર કાયલ જોન્સને આ દુઃખદ સમાચાર ફેસબુક પોસ્ટમાં શેર કરતા કહ્યું કે અભિનેત્રીનું નિધન વય સંબંધિત સમસ્યાઓના કારણે થયું છે

હોલિવુડ ડેસ્ક, 01 ઓગષ્ટઃNickel Nichols pass away: હોલિવુડની જાણીતી અભિનેત્રી અને 1960ના દશકના શો ‘સ્ટાર ટ્રેક’થી ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર નિકલ નિકોલ્સ હવે આ દુનિયામાં નથી. શનિવારે રાત્રે, અભિનેત્રીએ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેના પરિવાર દ્વારા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

નિકલ નિકોલ્સના પુત્ર કાયલ જોન્સને આ દુઃખદ સમાચાર ફેસબુક પોસ્ટમાં શેર કરતા કહ્યું કે અભિનેત્રીનું નિધન વય સંબંધિત સમસ્યાઓના કારણે થયું છે. આ સમાચાર બાદથી દુનિયાભરના ચાહકો સોશિયલ મીડિયા પર તેમની પ્રિય અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હોલિવૂડમાં શોકનું વાતાવરણ છે.

આ પણ વાંચોઃ Cows are dying due to lumpy virus: બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર યથાવત આજે વધુ 275 નવા પશુઓ પર રોગની અસર 9 પશુઓના મોત

પોતાના ફેસબુક પર આ સમાચાર શેર કરતા કાઇલે લખ્યું, ‘મિત્રો, ચાહકો, સહકાર્યકરો અને વિશ્વ, મને તમને જણાવતા દુઃખ થાય છે કે શનિવાર રાત્રે મારી માતા, નિકલ નિકોલ્સનું કુદરતી કારણોસર અવસાન થયું છે અને તેમનું નિધન થયું છે.

જો કે, તેમની તેજસ્વીતા, પ્રાચીન તારાવિશ્વોની જેમ, અમને અને ભાવિ પેઢીઓને કંઈક નવું શીખવા અને પ્રેરણા આપવા પ્રોત્સાહિત કરશે. તેણીએ તેનું જીવન ખૂબ જ સારી રીતે જીવ્યું અને તેણે આપણા માટે એક ઉદાહરણ છોડી દીધું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ PM My Pencil-rubber becoming expensive: પેન્સિલ-રબર મોંઘા થવા પર, પહેલા ધોરણમાં ભણતા બાળકી મોદીજીને લખ્યો પત્ર- વાંચો વિગત

Gujarati banner 01