PM My Pencil rubber becoming

PM My Pencil-rubber becoming expensive: પેન્સિલ-રબર મોંઘા થવા પર, પહેલા ધોરણમાં ભણતા બાળકી મોદીજીને લખ્યો પત્ર- વાંચો વિગત

PM My Pencil-rubber becoming expensive: બાળકીએ વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મારૂં નામ કૃતિ દુબે છે. હું ધોરણ-1માં અભ્યાસ કરૂં છું. મોદીજી તમે ખૂબ મોંઘવારી વધારી છે.

નવી દિલ્હી, 01 ઓગષ્ટઃ PM My Pencil-rubber becoming expensive: ઉત્તર પ્રદેશની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ વિશે ફરિયાદ કરી છે. ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં રહેતી બાળકીએ વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મારૂં નામ કૃતિ દુબે છે. હું ધોરણ-1માં અભ્યાસ કરૂં છું. મોદીજી તમે ખૂબ મોંઘવારી વધારી છે.

એટલે સુધી કે, પેન્સિલ-રબર પણ મોંઘા કરી દીધા છે અને મારી મેગીની કિંમતો પણ વધારી દીધી છે. હવે પેન્સિલ માંગુ એટલે મારી મમ્મી મને મારે છે. હું શું કરૂં. બીજા બાળકો મારી પેન્સિલ ચોરી લે છે.’

બાળકીએ લખેલા આ પત્રને તેના પરિવાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે ખૂબ જ વાયરલ થયો હતો. બાળકીના પિતા વિશાલ દુબે એક વકીલ છે અને કૃતિ દ્વારા લખવામાં આવેલી 4 લાઈનના કારણે તેઓ યુપીમાં ચર્ચિત બન્યા છે. 

આ પણ વાંચોઃ Owaisi said about RSS: જયપુરમાં AIMIMના ઓવૈસીએ RSS પર સાધ્યું નિશાન, તે દિવસ દૂર નથી જ્યારે સ્થિતિ શ્રીલંકા જેવી થશે

આ પણ વાંચોઃ IELTS Scam Case: મહેસાણાના ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ, કેનેડાથી અમેરીકા જતા બોટમાંથી પકડાયા, કોર્ટ સામે અંગ્રેજી ના આવડ્યું

Gujarati banner 01