Anupama makes big mistake

One More Actor Left Serial Anupama:સીરિયલ અનુપમા માંથી કિંજલ નહીં, પણ આ પાત્રની થઇ એક્ઝિટ- વાંચો વિગત

One More Actor Left Serial Anupama: પારસના ગયાના મહિના બાદ જ એક્ટ્રેસ અલમા હુસૈને પણ શોને અલવિદા કહ્યું છે.

મનોરંજન, 04 સપ્ટેમ્બરઃOne More Actor Left Serial Anupama: લોકપ્રિય ટીવી સિરિયલ ‘અનુપમા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. થોડાં દિવસ પહેલાં પારસ કલનાવતે આ શો છોડ્યો હતો. તેણે ‘ઝલક દિખલા જા 10’ માટે આ શો છોડી દીધો હતો. હવે વધુ એક એક્ટરે આ શો છોડ્યો છે.

જુલાઈમાં પારસે શો છોડ્યો
જુલાઈ, 2022માં પારસ કલનાવત આ સિરિયલમાંથી નીકળી ગયો હતો. પારસના ગયાના મહિના બાદ જ એક્ટ્રેસ અલમા હુસૈને પણ શોને અલવિદા કહ્યું છે. અલમા આ શોમાં સારા કાપડિયાનું પાત્ર ભજવતી હતી.

Trending news: Anupama had a lot of fun with her niece Sara, great bonding  was seen between the two - Hindustan News Hub

એક ઇન્ટરવ્યૂમાં અલમાએ કહ્યું હતું કે તેણે આ વર્ષે મેમાં આ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે આ શોમાં કામ કરીને ઘણી જ ખુશ હતી. જોકે, પછી તેને એ વાતનો અહેસાસ થયો કે તેનો ટ્રેક ક્યાંય આગળ વધતો જ નથી. તે એક્ટર તરીકે ગ્રો કરતી નથી. તે ઇન્ડસ્ટ્રીમાં ઘણી જ નવી છે. તે ઘણું બધું શીખવા માગે છે.

આ પણ વાંચોઃ New CEO Of Starbucks: સ્ટારબક્સના નવા CEOની જાહેરાત, ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન બન્યા સ્ટારબક્સના નવા CEO

જોકે, અહીંયા એવો કોઈ જ સ્કોપ નહોતો. થોડાં મહિનામાં સિરિયલમાં ઘણાં જ ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવ્યા, પરંતુ તેનું પાત્ર જ્યાં હતું ત્યાં જ રહ્યું. પારસ કલનાવતના જવાથી મેકર્સ સારા તથા સમરનો લવ ટ્રેક પણ શરૂ કરી શક્યા નહીં.

અલમાએ આગળ કહ્યું હતું કે તે માત્ર પાછળ ઊભા રહેવા તૈયાર નથી. તેણે કંઈક અલગ કામ કરવું હતું. તેથી જ તેણે સિરિયલના પ્રોડ્યૂસર રાજન શાહી સાથે આ અંગે વાત કરી હતી. તેઓ પણ તેની વાત સાથે સંમત હતા. આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો છે. હવે શોમાં સારાને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી દેવામાં આવશે. તે ખુશ છે કે પ્રોડ્યૂસરે તેની વાત સમજી. હવે તે આ શોનો ભાગ નથી.

અલમાએ છેલ્લે એમ કહ્યું હતું કે હવે તે નવા પ્રોજેક્ટ્સમાં કામ કરશે, પરંતુ જો ‘અનુપમા’માં તેના પાત્રને બિલ્ડઅપ કરવામાં આવશે તો તે જરૂરથી કમ-બેક કરશે. મેકર્સે પણ તેને વચન આપ્યું છે કે બધું જો વ્યવસ્થિત થયું તો શોમાં સારાને ભારત પરત બોલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Congress halla bol rally: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી, કહ્યું, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

Gujarati banner 01