Cyrus mistry dies

Cyrus mistry dies: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, મુંબઈ નજીક પાલઘરમાં હાઈવે પર ઘટી દુર્ઘટના

Cyrus mistry dies: દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા

મુંબઇ, 04 સપ્ટેમ્બરઃ Cyrus mistry dies: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. મુંબઈ નજીક પાલઘરમાં કાસા નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. પ્રાથમિક માહિતીમાં મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ એક્સીડન્ટમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

પાલઘર પોલીસના ઈન્ચાર્જ બાલાસાહેબ પાટિલે જણાવ્યું કે, ‘મિસ્ત્રી કારમાં સવાર હતા, તેમની કારનો નંબર MH-47-AB-6705 છે. એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રમ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે સૂર્યા નદી પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ છે.’

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.

જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.

આ પણ વાંચોઃ One More Actor Left Serial Anupama:સીરિયલ અનુપમા માંથી કિંજલ નહીં, પણ આ પાત્રની થઇ એક્ઝિટ- વાંચો વિગત

આ પણ વાંચોઃ New CEO Of Starbucks: સ્ટારબક્સના નવા CEOની જાહેરાત, ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન બન્યા સ્ટારબક્સના નવા CEO

Gujarati banner 01