Priyanka supports iranian women

Priyanka supports iranian women: પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓને હિજાબ વિરોધી આંદોલનને સમર્થન, સો.મીડિયા પર લખી મોટી પોસ્ટ- વાંચો શું કહ્યું PCએ ?

Priyanka supports iranian women: પ્રિયંકાએ ઈરાની મહિલાઓનાં સાહસની પ્રશંસા કરતાં કહ્યું છે કે હું તમારાં સાહસથી પ્રભાવિત છું

બોલિવુડ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Priyanka supports iranian women: અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈરાનમાં મહિલાઓનાં હિજાબ વિરોધી આંદોલનને ટેકો આપ્યો છે અને અન્યોને પણ આ આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક સુદીર્ઘ પોસ્ટમાં લખ્યું છે કે જબરદસ્તીથી લાદી દેવાયેલાં મૌન બાદ જે ચિત્કાર નીકળે છે તે જવાળામુખીની જેમ ફાટે છે. તેને દબાવી શકાય નહીં. 

Priyanka Chopra supports Iranian women's movement, appeals to all to join -  Atznews

પ્રિયંકાએ ઈરાની મહિલાઓનાં સાહસની પ્રશંસા કરતાં કહ્યું છે કે હું તમારાં સાહસથી પ્રભાવિત છું કારણ કે પિતૃસત્તાક વ્યવસ્થા સામે પડકાર ફેંકવો અને પોતાના અધિકારો માટે લડત આપવી અને તે પણ પોતાની જાન જોખમમાં મુકવાનું ક્યારેય સરળ હોતું નથી. હું તમારી સાથે છું અને બાકીના સૌને પણ સાથે આવવા અપીલ કરું છું. 

ઈરાનમાં મહસા અમીની નામની મહિલાની યોગ્ય રીતે હિજાબ નહીં પહેરવા બદલ ધરપકડ થઈ હતી. તે પછી આ પગલાંના વિરોધમાં મહિલાઓ રસ્તાઓ પર ઉતરી છે. તેઓ રસ્તા પર પોતાના વાળ કાપી રહી છે અને હિજાબ ફાડી રહી છે. આ વિરોધ પ્રદર્શનોએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. 

આ પણ વાંચોઃ FB users data leaked warning: ફેસબુકે પોતાના યુઝર્સને પાસવર્ડ બદવાનું કહ્યું- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Increase the salary of mid-day meal workers: પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઑનો પગાર વધારો- વાંચો વિગત

Gujarati banner 01