Money Pension

Increase the salary of mid-day meal workers: પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઑનો પગાર વધારો- વાંચો વિગત

Increase the salary of mid-day meal workers: દિવાળી પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી

ગાંધીનગર, 08 ઓક્ટોબરઃ Increase the salary of mid-day meal workers: મોટા ભાગે રાજ્ય સરકારે દરેક લોકોની માંગ સ્વીકારીને આંદોલનની આગ ઠારી દીધી છે. ચૂંટણી સમયે ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી, ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત કર્મચારીઓ પણ પોતાના વેતનમાં વધારાની માંગ કરી રહ્યા હતા. ત્યારે દિવાળી પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે.  

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઑનો પગાર વધારો કરાયો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને વિગતવાર માહિતી આપી છે. 

આ પણ વાંચોઃ Good news for Talatis: ગુજરાતમાં વર્ષ 2006 પહેલા નિમણૂંક પામેલા તલાટીઓ માટે સારા સમાચાર, જાણો શું છે રાજ્ય સરકારનો નિર્ણય

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat poster war: ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા

Gujarati banner 01