Farmer 1582671601

FPO Yojana benefits: કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે 15 લાખ રૂપિયા, જાણો શું છે યોજના?

FPO Yojana benefits: સરકાર કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે.

નવી દિલ્હી, 08 ઓગષ્ટઃ FPO Yojana benefits: કેન્દ્ર સરકાર (Central Government) ખેડૂતો પર મહેરબાન છે. કિસાનોની આવક વધારવા અને દેવાને ઉતારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હવે સરકાર કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે. આવો જાણીએ તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો. 

કિસાનોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ (PM Kisan FPO Yojana) સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દેશભરના કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા  માટે નાણાકીય સહાયતા આપશે. આ સ્કીમનો લાભ લેવા માટે 11 કિસાનોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવી પડશે. તેનાથી કૃષિ સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઇઝર્સ, વીજ કે દવાઓ ખરીદવામાં પણ ખુબ સરળતા રહેશે. 

આ પણ વાંચોઃ Priyanka supports iranian women: પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓને હિજાબ વિરોધી આંદોલનને સમર્થન, સો.મીડિયા પર લખી મોટી પોસ્ટ- વાંચો શું કહ્યું PCએ ?

આ રીતે કરો અરજી
– સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
– હવે તમારી સામે એક હોમ પેજ ખુલશે.
– હવે હોમ પેજ પર એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
–  હવે તમે રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.
– હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
– હવે ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
– ત્યારબાદ તમે પાસબુક કે પછી કેન્સલ ચેક તથા આઈડી પ્રૂઉને સ્કેન કરી અપલોડ કરો.
– હવે તમે સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરો.

આ રીતે કરો લોગ ઇન
– જો તમારો લોગિન કરવું છે તો સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ ખોલો.
– હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
– ત્યારબાદ તમે એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
– ત્યારબાદ લોગઇનના વિકલ્પ પર ક્લિક કરો
– હવે એક લોગઇન ફોર્મ ખુલશે. 
– તેમાં તમારૂ  યૂઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ દાખલ કરો.
– આ સાથે તમારૂ લોગ ઇન થઈ જશે. 

આ પણ વાંચોઃ FB users data leaked warning: ફેસબુકે પોતાના યુઝર્સને પાસવર્ડ બદવાનું કહ્યું- વાંચો શું છે મામલો?

Gujarati banner 01