Urvashi Rautela

Pushpa 2 Movie: પુષ્પા 2 માં થઇ બોલિવૂડ અભિનેત્રીની એન્ટ્રી! જાણો કોણ છે તે…

Pushpa 2 Movie: મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા ની એન્ટ્રી થઈ છે

મનોરંજન ડેસ્ક, 08 જુલાઈઃ Pushpa 2 Movie: આ દિવસોમાં સાઉથ થી લઈને બોલિવૂડ સુધી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણાનું શૂટિંગ ચાલી રહ્યું છે જ્યારે ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ દરમિયાન અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2‘ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે.

‘પુષ્પા 2’ની આખી કાસ્ટ હજુ સુધી ફાઈનલ નથી થઈ, પરંતુ તાજેતરમાં અહેવાલો આવી રહ્યા છે કે આ ફિલ્મમાં બોલિવૂડની એક મોટી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. રસપ્રદ વાત એ છે કે આ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું સ્થાન લેશે. જો કે આ સમાચારોની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

પુષ્પા 2 માં થઇ બોલિવૂડ અભિનેત્રી ની એન્ટ્રી

‘પુષ્પા 2‘નું ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે બધા પુષ્પાને શોધી રહ્યા છે અને પુષ્પા એવા લુકમાં દેખાય છે કે કોઈ તેને ઓળખી ન શકે. તે જ સમયે, તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા ની એન્ટ્રી થઈ છે.

આ ફિલ્મમાં ઉર્વશી ડાન્સ નંબર કરતી જોવા મળશે. અગાઉ પુષ્પાના પહેલા ભાગમાં સામંથા રૂથ પ્રભુ એક આઈટમ નંબરમાં જોવા મળી હતી. તે જ સમયે, હવે ઉર્વશી સામંથાના સ્થાને જોવા મળશે. જો કે હજુ સુધી આ મામલે ઉર્વશી કે પુષ્પાની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પુષ્પા માં આઈટમ નંબર કરશે ઉર્વશી રૌતેલા

જણાવી દઈએ કે ઉર્વશી આ પહેલા ચિરંજીવી સ્ટારર તેલુગુ ફિલ્મ ‘વોલ્ટર વીરૈયા’માં ડાન્સ નંબર કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં 3 મિનિટના ગીત માટે ઉર્વશીએ લગભગ ત્રણ કરોડ રૂપિયા ફી લીધી હતી.

‘પુષ્પા’ની વાત કરીએ તો, પહેલા ભાગમાં સામંથાએ કરેલા ડાન્સ નંબરનું ટાઈટલ ‘ઓઓ અંટાવા’ હતું, આ ગીત સુપર-ડુપર હિટ સાબિત થયું હતું. બીજી તરફ જો ઉર્વશીની એન્ટ્રીના સમાચાર સાચા છે તો જોવાનું એ રહેશે કે લોકો તેના ગીતને કેટલું પસંદ કરે છે.

આ પણ વાંચો… Today Rain Update: હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો