Ramayana Rama bought a Mercedes

Ramayana Rama bought a Mercedes:’રામાયણ’ ફૅમ અરૂણ ગોવિલે બ્લેક મર્સિડિઝ ખરીદી, જુઓ વીડિયો

Ramayana Rama bought a Mercedes: યુઝર્સે કહ્યું કે આ તો કળિયુગનું પુષ્પક છે. અન્ય એકે કારને આધુનિક રથ સાથે સરખાવી હતી.

મનોરંજન ડેસ્ક, 07 જૂનઃ Ramayana Rama bought a Mercedes: રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને દર્શકોમાં લોકપ્રિય થનાર અરૂણ ગોવિલ આજે પણ ચાહકોમાં લોકપ્રિય છે. અરૂણ ગોવિલ સો.મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ અરૂણ ગોવિલે નવી કાર ખરીદી હતી. તેમણે આ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી અને ચાહકો રસપ્રદ કમેન્ટ્સ કરી હતી.

વીડિયોની શરૂઆતમાં અરૂણ ગોવિલ પત્ની શ્રીલેખા સાથે કારનું કવર હટાવે છે. ત્યારબાદ તેઓ કારની ચાવી લે છે અને કારની પૂજા કરે છે. અરૂણ ગોવિલે સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘પ્રભુ કૃપાથી પરિવારમાં નવા વાહનનું આગમન થયું છે. તમારા તમામની શુભેચ્છાની આશા છે.’

આ પણ વાંચોઃ Film ‘Samrat Prithviraj’ tax free in Gujarat: યુપી બાદ હવે ગુજરાતમાં પણ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી

અરૂણ ગોવિલની આ પોસ્ટ પર યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. ઘણાં યુઝર્સે જય શ્રીરામ લખ્યું હતું. એક યુઝરે કહ્યું હતું કે હે પ્રભુ, દશરથનંદન તમને ઘણી જ શુભેચ્છા. અન્ય એકે કહ્યું હતું કે આ તો કળિયુગનું પુષ્પક છે. અન્ય એકે કારને આધુનિક રથ સાથે સરખાવી હતી.

નોંધનીય છે કે, અરૂણ ગોવિલે મર્સિડિઝ બેન્ઝ CLA 200 ખરીદી છે. આ કારની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે.

આ પણ વાંચોઃ Water crisis in Surat : સુરતના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં આજે દિવસ દરમિયાન ત્રણ ઝોન પાણીથી વંચિત રહ્યાં

Gujarati banner 01