Water crisis in Surat

Water crisis in Surat : સુરતના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં આજે દિવસ દરમિયાન ત્રણ ઝોન પાણીથી વંચિત રહ્યાં

Water crisis in Surat: સુરતના સરથાણા થી અલથાણ જતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં આજે દિવસ દરમિયાન ત્રણ ઝોનમાં ૨૦ લાખ લોકો પાણીથી વંચિત રહ્યાં હતા.

સુરત, 07 જૂનઃ Water crisis in Surat: સુરત મહાનગર પાલિકાની સરથાણાથી અલથાણ જતી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ ને પગલે આજે પ પારણ ઝોનના ૨૦ લાખ લોકોને પાણી માટે માટે રીતસરના વલખા મારવા પડ્યા હતા. પાણી આવતા લોકો પાણી લેવા માટે તુટી પડતા હતા. શનિવારે રાત્રે અથવા રવિવારે વહેલી સવારે સરથાણા- અલથાણની મોટી ૧૦૦૦ એમએમની પાણીની પાઈપ લાઈનમાં ૧૪ ફૂટ ઊંડે ભંગાણ પડ્યું હતું. ૪૦ કલાક રાઉન્ડ ધી ક્લોક કામગીરી બાદ આજે બપોરે મોટાભાગનું ભંગાણ રીપેર કરી દેવાયું હતું.  

પાણીની લાઈનનાં ડી-વોટરિંગ ના ભાગરૂપે સમગ્ર શહેરમાં પાણીપૂરવઠો પૂરો પાડતા શહેરના ૮ વાēર વર્ક પૈકી સરથાણા વાēર વર્કસ સંપૂર્ણ બંધ રખાયું હતું. જ્યારે શહેરના કુલ ૨૯ જળ વિતરણ મથકો પૈકી ખટોદરા, ઉમરવાડા, પાંડેસરા, ઉધના સંઘ, ઉધના ચીકુવાડી, ડુંભાલ, અલથાણ, વેસુ ૧-૨, આભવા, સીમાડા, પૂના, મગોબ, વેસુ- આભવા જળ વિતરણ મથક સંપૂર્ણ બંધ કરાયા હતા.

આ પણ વાંચોઃ The case of the commentary on the Prophet Muhammad nupur: મુંબઇ પોલીસે પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીના કેસમાં નૂપુર શર્માને સમન મોકલ્યુ, 22 જૂને હાજર થવુ પડશે

બપોરે બે વાગ્યે રીપેરીંગ પુર્ણ થતા સાંજના સપ્લાય અવર્સમાં આવતા જુદા જુદા વિસ્તારોમાં પાણીનો સપ્લાય શરૂ કરી દેવાયો હતો. કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર પાણી પુરવઠો પુરો પાડવાની કામગીરી સાંજ સુધી જારી રહી હતી.  

આજે મંગળવાર થી અસર પામેલા વિસ્તારનો પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે, ભંગાણના કારણે પાણીમાં આગામી ૨ થી ૩ દિવસ પાણી પૂરવઠો ઓછા દબાણ અપૂરતા જથ્થાની શક્યતા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ AMC orders wearing of mask: અમદાવાદીઓ થઇ જાવ એલર્ટ, ફરી તંત્રએ ફરજીયાત માસ્ક પહેરવાનો આપ્યો આદેશ

Gujarati banner 01