New Samar will be seen in Anupama

Samar Leaves Anupamaa: ‘અનુપમા’ દ્વારા દગો મળ્યા બાદ પારસ કાલણાવતના મિત્રએ જ કાપ્યું તેનું પત્તુ…આ અભિનેતાએ જગ્યા લીધી

Samar Leaves Anupamaa: થોડા દિવસો પહેલા એવા અહેવાલ હતા કે સુવંશ ધર આ શોમાં નવા સમરનો રોલ કરશે પરંતુ હવે બીજા નામની ચર્ચાએ જોર પકડ્યું

મનોરંજન ડેસ્ક, 01 ઓગષ્ટઃ Samar Leaves Anupamaa: ટીવી સીરિયલ ‘અનુપમા’ની ટીમ વચ્ચે જોરદાર અણબનાવ ચાલી રહ્યો છે… આ વખતે અનુપમાના લાડકા પુત્ર પારસ કાલનાવતની પોલ સામે આવી છે. પારસ કાલણાવતને નિર્માતાઓ દ્વારા રાતોરાત શોમાંથી બહાર ફેંકી દેવામાં આવતાની સાથે જ અભિનેતાએ શોની અંદરના વિખવાદનો ખુલાસો કર્યો છે.

સમરના પાત્રને નવો ચહેરો આપવાની કવાયત તેજ
આ દરમિયાન શોમાં સમરના પાત્રને નવો ચહેરો આપવાની કવાયત તેજ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા એવા અહેવાલ હતા કે સુવંશ ધર આ શોમાં નવા સમરનો રોલ કરશે પરંતુ હવે બીજા નામની ચર્ચાએ જોર પકડ્યું છે. જાણો કોણ છે આ કલાકારો. . . . . .

સુવંશ નહીં, આ અભિનેતા બનશે નવો સમર
ભૂતકાળમાં સુવંશ ધરના નામ પર મહોર લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ હવે નિર્માતાઓએ બીજા ચહેરાને સમરનો લુક આપવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે અનુપમામાં સાગર પારેખ નવા સમરની ભૂમિકા ભજવશે, સુવંશ નહીં. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન સાગર પારેખે કહ્યું હતું કે તે અત્યારે ખૂબ જ દબાણમાં છે.

આ પણ વાંચોઃ Nickel Nichols pass away: પ્રખ્યાત અભિનેત્રી નિકેલ નિકોલ્સે કહ્યું દુનિયાને અલવિદા, 89 વર્ષની વયે અવસાન

ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો
એક ઇન્ટરવ્યુમાં સાગર પારેખે શોમાં આવવાના દબાણ વિશે જણાવ્યું. સાગર પારેખે કહ્યું કે ‘અનુપમા ખૂબ જ લોકપ્રિય શો છે. આ શોમાં સમરનું પાત્ર પણ ઘણું મહત્વનું છે. શોમાં બતાવવામાં આવ્યું છે કે સમર અનુપમાની સપોર્ટ સિસ્ટમ છે. . . . ..

જાણો શું કહ્યું સાગર પારેખે. . .
આ કારણે હું ઘણું દબાણ અનુભવું છું. તેમજ હું થોડો નર્વસ છું. આનું કારણ એ છે કે પારસ કાલણાવત વાસ્તવિક જીવનમાં મારો ખૂબ સારો મિત્ર છે. તેણે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.

આ પણ વાંચોઃ Suspension of MPs withdrawn: લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયુ, આજે GST અંગે હંગામો

Gujarati banner 01