Fire accident in private hospital

Fire accident in private hospital: ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 10 લોકોના મોત નિપજ્યા

Fire accident in private hospital: રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વિટરના માધ્યમથી મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની ખાતરી આપી, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે

નવી દિલ્હી, 01 ઓગષ્ટઃ Fire accident in private hospital: મધ્ય પ્રદેશના જબલપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળવાના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે. દમોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં મોટા ભાગના હોસ્પિટલ સ્ટાફના સદસ્યો જ છે. 

આ પણ વાંચોઃ Samar Leaves Anupamaa: ‘અનુપમા’ દ્વારા દગો મળ્યા બાદ પારસ કાલણાવતના મિત્રએ જ કાપ્યું તેનું પત્તુ…આ અભિનેતાએ જગ્યા લીધી

આગ પર કાબૂ મેળવી લીધા બાદ પણ હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટનાના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વિટરના માધ્યમથી મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. 

જાણવા મળ્યા મુજબ હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હોવાના કારણે મોટા ભાગના લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આ બધા વચ્ચે આગ વધુ વિકરાળ બની ગઈ હતી. આગ એટલી હદે ભયાનક હતી કે ફાયર બ્રિગેડના વાહનો માટે તેને કાબૂમાં લેવી અઘરી થઈ પડી હતી. ત્યાર બાદ વીજળી વિભાગના કર્મચારીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું અને એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Suspension of MPs withdrawn: લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયુ, આજે GST અંગે હંગામો

Gujarati banner 01