Sangeeta bijlani

Sangeeta bijlani: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડને 25 વર્ષ બાદ કામ કરવાની ઇચ્છા થઇ- વાંચો વિગત

Sangeeta bijlani: સંગીતાએ હવે ફિલ્મોની બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાનો વિચાર કર્યો છે. તેને વેબ સીરીઝમાં કામ કરવાની ઇચ્છા છે

બોલિવુડ ડેસ્ક, 10 જુલાઇઃ Sangeeta bijlani: એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી સંગીતા બિજલાનીએ ૬૧ વરસની વયે ૨૫ વરસના લાંબા ગાળે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. એક સમયે સંગીતાનું મોડલિંગમાં નામ જાણીતું હતું, એ પછી કે ફિલ્મો કામ કરવા લાગી હતી. ૯૦ના દાયકામાં સંગીતાએ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ ઇમેજ દ્વારા તરખાટ મચાવ્યો હતો. 

જોકે સંગીતા(Sangeeta bijlani)એ હવે ફિલ્મોની બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાનો વિચાર કર્યો છે. તેને વેબ સીરીઝમાં કામ કરવાની ઇચ્છા છે. તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પોતાના કમબેક પ્લાનની વાત કરી હતી. 

સંગીતાએ કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રેન્ડ બદલાયો છે તે વખાણવા લાયક છે. અભિનેત્રીને હવે લગ્ન જ નહીં માતા બન્યા પછી પણ કામ મળી રહ્યા છે. અમારા જમાનામાં તો કોઇની સાથે એફેયર  હોય અને તેને તમે સ્વીકારી હોય તો કામ મળવાનું બંધ થઇ જતું હતું. આજે બોલીવૂડ વધુ સંગઠિત અને પ્રોફેશનલ થઇ ગયું છે. મને વેબ સીરીઝમાં કામ કરવાની ઇચ્છા છે, જોકે મને હજી મનપંસદ ઓફર મળી નથી. 

ઉલ્લેખનીય છે કે, સંગીતા અને સલમાન ખાન ગળાડૂબ પ્રેમમાં હતા. પછીથી તેણે ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીન સાથે લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ NFSU: ગાંધીનગર ખાતેNFSU Red Centre of Excellence for Research and Analysis of NDPS નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ધાટન