JMC group dance

Yog Garba: જામનગરમાં 800 લોકો શા માટે કરશે વગર નવરાત્રિ એ ગરબા જાણો….

Yog Garba: કાર્યક્રમને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૦ જુલાઈ:
Yog Garba: લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર,જામનગર દ્વારા લીલાવતીબેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસીય યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

આ (Yog Garba) યોગ કાર્યક્રમમાં ૨ દિવસ દરમિયાન ૮૦૦ ભાઈ-બહેનો ભાગ લેશે. મંત્રીએ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરમાં કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના યોગદાનને બિરદાવી આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.

Whatsapp Join Banner Guj


કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર, પ્રાંત અધિકારી શહેર આસ્થાબેન ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિ આર.કે.શાહ, ભરતેશભાઈ શાહ, ચંદુભાઈ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.