Shahrukh Called Ram Charan Idli

Shahrukh Called Ram Charan Idli: શાહરૂખ ખાને અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રામ ચરણને ઇટલી કહેવુ ભારે પડ્યુ, લોકો કરી રહ્યાં છે વિરોધ- જુઓ વીડિયો

Shahrukh Called Ram Charan Idli: કિંગ ખાને જે રીતે રામ ચરણને સ્ટેજ પર આમંત્રિત કર્યા, તે ચાહકોને પસંદ ન આવ્યું અને હવે લોકો આ બાબતે શાહરૂખને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

બોલિવુડ ડેસ્ક, 07 માર્ચઃ Shahrukh Called Ram Charan Idli: અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં ત્રણેય ખાને સ્ટેજ પર હંગામો મચાવ્યો હતો અને ઘણા ગીતો પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સલમાન, શાહરૂખ અને આમિરે ‘RRR’ના હિટ ટ્રેક ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરતા સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ દરમિયાન તેઓએ આ ગીતના મુખ્ય હીરો રામ ચરણને પણ સ્ટેજ પર ડાન્સ કરવા માટે બોલાવ્યા હતા. જો કે, કિંગ ખાને જે રીતે રામ ચરણને સ્ટેજ પર આમંત્રિત કર્યા, તે ચાહકોને પસંદ ન આવ્યું અને હવે લોકો આ બાબતે શાહરૂખને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ PM Modi Reaches Kashmir: કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, પીએમ લગભગ 5,000 કરોડ રૂપિયાની ભેટ આપશે

વાસ્તવમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પહેલા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેયએ ‘RRR’ના હિટ ટ્રેક ‘નાટુ નાટુ’ પર ડાન્સ કર્યો હતો અને આ દરમિયાન કિંગ ખાને તેના મુખ્ય હીરો રામ ચરણને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું, રામ ચરણને બોલાવતી વખતે કિંગ ખાને તેને ઈડલી વડાં કહીને બોલાવ્યા હતા. જેથી હવે રામના ચાહકો અને દક્ષિણ ભારતના લોકોને આ વાતનું ખરાબ લાગ્યું છે.

શાહરૂખે મજાકમાં માઈક પર કહ્યું, ‘નરકુંડા નારચપ્પા ઈન્દવંદિની ભેંડ ઈડલી રામ ચરણ કમ હિયર’ કહીને સ્ટેજ પર બોલાવ્યા હતા. જ્યારે કિંગ ખાને લગભગ 2 થી 3 વાર આવું કહ્યું ત્યારે રામ ચરણ પણ સ્ટેજ પર આવી ગયા.

image 15

રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસન શાહરૂખ ખાનના આ નિવેદનથી ખૂબ જ દુખી છે અને તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે, ‘બેન્ડ ઈડલી વડા રામ ચરણ, તમે ક્યાં છો? રામ ચરણ જેવા સ્ટાર પ્રત્યે આટલી અપમાનજનક વાત.’ ત્યારથી, ચાહકો કિંગ ખાનને તેના વર્તન માટે સતત ટ્રોલ કરી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો