Shehnaz and Salman cried 1

Shehnaz and Salman cried:સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી રડી પડ્યા શહનાઝ અને સલમાન ખાન, જુઓ Video

Shehnaz and Salman cried: મેરે દિલ કો પતા હૈ… ગીત દ્વારા શહેનાઝ સિદ્ધાર્થને શ્રંદ્ધાજલિ આપશે

મનોરંજન ડેસ્ક, 29 જાન્યુઆરીઃ Shehnaz and Salman cried: ‘બિગ બોસ 15’ ફિનાલે શરૂ થવામાં માત્ર થોડી કલાકો બાકી છે. પરંતુ શોમાં શું થવાનું છે તેના ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. આ વચ્ચે ગ્રાન્ડ ફિનાલેમાં શહનાઝ ગિલ પણ સ્ટેજ પર પહોંચી છે. શહનાઝ ગિલ (Shehnaaz Gill) જ્યારે શો પર પહોંચી તો સલમાન ખાનના ગળે લાગી સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી રડવા લાગી હતી. 

સામે આવેલા પ્રોમોમાં શહનાઝ ગિલ પીચ કલરની સાડીમાં સ્ટેજ પર પહોંચે છે. આ સાડીમાં શહનાઝ સુંદર લાગી રહી છે. પોતાના લુકને પૂરો કરવા માટે શહનાઝે નેકલેસ પહેર્યું છે અને પોતાના હેર ખુલ્લા રાખ્યા છે. 

આ પણ વાંચોઃ About Dhandhuka firing case: આરોપી મૌલાના ઐયુબને 7 દિવસની રિમાન્ડ મંજૂર, ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોંપાઈ

સલમાન ખાનને ગળે લગાવી રડી શહનાઝ
આ પ્રોમો વીડિયોમાં તમે જોશો કે સલમાન ખાન (Salman Khan) શહનાઝને સ્ટેજ પર બોલાવે છે. સ્ટેજ પર જતા શહનાઝની આંખમાં આંસુ આવી જાય છે અને સલમાન ખાનને કહે છે કે તમને જોઈને થોડી ભાવુક થઈ ગઈ. ત્યારબાદ શહનાઝ સલમાનને ગળે લગાવીને રડવા લાગે છે. 

સલમાન ખાન શહનાઝને ગળે લગાવીને તેને સંભાળવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે ખુદ પણ રડવા લાગે છે, જેને જોઈને સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ શુક્લા આ બંને માટે કેટલો ખાસ હતો. 

આ પ્રોમો વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે શહનાઝ ગિલ એક ગીત પર ડાન્સ પરફોર્મ કરશે. આ ગીત તે છે જે શહનાઝે થોડા દિવસ પહેલા સિદ્ધાર્થને સમર્પિત કરવા બનાવ્યું હતું. આ ગીતના શબ્દો છે- મેરે દિલ કો પતા હૈ. 

શોનો ગ્રાન્ડ ફિનાલે આ વીકેન્ડ (29,30 જાન્યુઆરી) એ થશે અને  શોના વિજેતાની જાહેરાત, રવિવાર 30 જાન્યુઆરીએ કરવામાં આવશે. ફિનાલેનું પ્રસારણ કલર્સ ચેનલ પર શનિવારે રાત્રે 8થી 9 કલાક સુધી કરવામાં આવશે. તો રવિવારે આ શો રાત્રે 8-9 કલાકે પ્રસારિત થશે અને પછી 10:30-12 સુધી ચાલશે. 

Gujarati banner 01