Dhandhuka Murder accused

About Dhandhuka firing case: આરોપી મૌલાના ઐયુબને 7 દિવસની રિમાન્ડ મંજૂર, ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોંપાઈ

About Dhandhuka firing case: ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી

ગાંધીનગર, 29 જાન્યુઆરીઃ About Dhandhuka firing case: ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં સંડોવાયેલો મૌલાના ઐયુબ જાવરાવાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મૌલાનાના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે ઝડપેલ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં 14 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. 

ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ આ ઘટનામાં ઉપયોગમાં લીધેલ પિસ્તોલ અને બાઈકને કબજામાં લઈ લીધું છે. પોલીસને આ વસ્તુઓ  ધંધૂકાની સર મુબારક દરગાહની પાછળ ખેતરમાંથી મળી આવી છે. પોલીસે આ મુદ્દામાસ કબ્જે કર્યા છે. બીજી તરફ આ સંપૂર્ણ મામલાની તપાસ હવે ATSને સોંપવામાં આવી છે.

ધંધુકામાં ધાર્મિક ટીપ્પણી પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાત ATS ને સમગ્ર મામલે તપાસ સોપાઇ છે. સમગ્ર મામલાની હવે ATS તપાસ કરશે. ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોપાઈ છે. સોશ્યલ મીડિયાથી લઈને તમામ પહેલું પર ATS તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. 

About Dhandhuka firing case

આ ઘટનામાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ આધારે બાદમાં તપાસ કરાશે. સોશ્યલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની તપાસ કરાશે. ધંધુકા પોલીસની તપાસમાં ફાયરિંગ કરેલ હથિયાર મૌલવીએ પૂરું પાડ્યું તેની પણ તપાસ કરાશે. ATS ની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. 

આ પણ વાંચોઃ 25 more person attack on young man: ધંધૂકા બાદ આ શહેરમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે 25થી વધુ વિધર્મી લોકોએ યુવાન પર હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, (About Dhandhuka firing case) અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસનો આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો, કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બાઈક સવારોએ કિશનનો પીછો કરી તેને ગોળી મારી હતી. શબ્બીર ચોપડાએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. પોલીસે આ કેસમાં મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની મદદ કરનાર અન્ય એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. 

શાર્પશૂટરોની મદદ કરનાર જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ ઝરવાલાની ધરપકડ કરાઈ છે. જમાલપુરના મૌલવીએ આરોપી શબ્બીર ચોપડાને એક રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય એક મુંબઈના મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના રિમાન્ડ 5 ફેબ્રુઆરી સુધી મંજૂર કરાયા છે. હાલ ધંધૂકા હત્યા કેસની તપાસ ATSને સોંપાઈ છે. 

ધંધુકા મર્ડર કેસ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ધંધૂકા કેસની તપાસ ગુજરાત ATS ને સોંપવામાં આવી છે. આજે સાંજ આ સુધીમાં કેસમાં પોલીસનું સ્ટેટમેન્ટ આવશે.

Gujarati banner 01