Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-10 (Sudhani jindagini safar part-10)

સુધાની જિંદગીની સફર ભાગ-10 (Sudhani jindagini safar part-10)

Sudhani jindagini safar part-10: સુધા અને રીના બંને ચર્ચા દરમિયાન નક્કી કરે છે કે હવે બંને જણા કંઈક નવું જ વિચારીને જિંદગીની આગળની સફર શરૂ કરશે. બીજા દિવસ સવારે જ રીનાએ કહ્યું સુધા તે કંઈ વિચાર્યું છે કે આપણે શું કરવું જોઈએ!
સુધાએ કહ્યું : રીનાબેન તમે અને હું બંન્ને જણા ભણેલા છીએ. મારી ઈચ્છા છે કે આપણે બંને ફેશન ડિઝાઈનનો કોર્સ શરૂ કરીએ અને ત્યારબાદ આપણે આપણી પોતાની ફેશન ડિઝાઇનની કંપની શરૂ કરીએ.

રીનાએ કહ્યું : સુધા તારી વાત તો સાચી છે. પરંતુ આપણે બંને કોર્સ કરવા માટે તો શહેરમાં જવું પડશે કારણ કે અહીં થી દૂર જ શીખવાનો કોર્સ ચાલે  છે.

સુધાએ કહ્યું : કંઈ વાંધો નહીં આપણે અહીંથી ત્યાં રોજ અપડાઉન કરીશું પરંતુ કંઈ પણ મહેનત વગર તો આપણને સામે ચાલીને કંઈ મળવાનું નથી. બંને જણાએ નક્કી કર્યું કે ફેશન ડિઝાઈનનો કોર્સ શીખીને પોતાના ત્યાં જ શરૂ કરવાનું નક્કી કર્યું.

સમય જતા ફેશન ડિઝાઇન તેઓ શીખી ગયા અને નવેસરથી જ એમણે શહેરમાં જઇને પોતાની જીંદગીને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનું વિચાર્યું એમણે પહેલા કોઈપણ કંપનીમાં જોબ સ્વીકારવાનું મંજુર રાખ્યું, કારણ કે પોતાને ધંધો કરવા માટે પૈસાની સગવડ તો જોઈએ એટલે રીનાએ કહ્યું, સુધા મેં અહીંની એક કંપની ફેશન ડિઝાઇનની જોઈ છે. આવતીકાલે સવારે જ આપણે ત્યાં મુલાકાત કરવા જઈશું. સુધા અને રીના બીજા દિવસે સવારે જ તે કંપનીમાં પહોંચી ગયા. ત્યાં જઈને ત્યાંના મેનેજર રશ્મિ ભાઈને મળ્યા અને બધી વાત કરી.

રશ્મિભાઈએ કહ્યું : તમને જવાબ તો આપી દઉં છું પરંતુ તમારે મને કોઈ પણ એક ફેશન ડિઝાઇન નમૂનો તૈયાર કરીને આપવો પડશે. હું મારા બૉસને બતાવીશ ત્યારે જ હું આગળ કંઈક તમારા માટે રીક્વેસ્ટ કરી શકીશ.
સુધાએ રશ્મિભાઈને કહ્યું : ચિંતા ન કરો!

હું હાલ તમને નમૂનો બનાવીને આપી દઉં છું. એ ફટાફટ એક મશીન પર બેસી ગઈ અને ફેશન ડિઝાઇનનો નમૂનો તૈયાર કરીને રશ્મિભાઈને આપી દીધો. રશ્મિભાઈએ એમના બોસને ફોટો પાડીને મોકલી દીધો. બોસને તે નમૂનો ગમી ગયો અને જોબ પર રાખવા મંજૂરી આપી દીધી.

રશ્મિભાઈએ કહ્યું : કંઈ વાંધો નહીંં. તમે બંને નોકરી પર આવી શકો છો. તેમને તરત કામ શરૂ કર્યું. ત્યાં ઘણી બધી સ્ત્રીઓ કામ કરતી હતી એટલે સુધા અને રીનાને પણ ત્યાં ફાવટ આવી ગઈ. સરસ મજાના ફેશન ડિઝાઇનના કારણે તેમની નામના પણ વધતી ગઈ ત્યાં બોસ એમને સારો પગાર આપતા હતા એટલે એમને પોતાનું જીવન સરળ લાગ્યું. હવે તો સુધા અને રીના બંને જણાને એકબીજાને એકબીજાનો સાથ, સહકાર મળી રહ્યો હતો એટલે પોતાની રીતે આગળ વધી રહ્યા હતા. અને એમની પાછળની જિંદગી જાણે છૂટતી હોય એવું લાગી રહ્યું હતું કે ક્યારેક સુધાને તેના બંને બાળકો ખૂબ યાદ આવી જતા હતા, તુષારનો વિશ્વાસઘાત યાદ આવી જતો હતો પરંતુ રીના એને સંભાળી લેતી હતી.

રીનાએ કહ્યું : સુધા મેં તારી જેમ વિચાર્યું હોત તો મારી પાછળની જિંદગી ખરાબ ગઈ એ ખરાબ ન ગઈ હોત. અને મારી જિંદગીના જીવતર પર કાળો ડાઘ ન પડ્યો હોત.

સુધાએ કહ્યું : જાગ્યા ત્યારથી સવાર… જિંદગીમાં આ બધું તો ચાલ્યા જ કરે છે. આપણે જ આપણા નિર્ણય જાતે લઈને આગળ વધવું જોઈએ. જે ભૂલ થઈ ગઈ છે એને યાદ કરીને દુઃખી થવું ન જોઈએ. આવનારી જીંદગીમાં કોઈ પણ ભૂલ આપણાથી ન થાય એના વિશે જ આપણે સજાગ રહેવું જોઈએ. જિંદગી તો એક સંઘર્ષ છે નાના – મોટા પડકારો તો આવતા જ રહેવાના અને જીવનમાં આટલા મોટા પડકારોનો સામનો કર્યો છે તો નાના પડકારો આપણી સામે ટકી શકશે નહીં. રીના બેન તમે મને જે સહકાર આપ્યો છે એવો સહકાર હું તમને આપીશ. આપણે બંને આપણા જિંદગીની સફરને ખૂબ જ આગળ સુધી લઈ જઈશું. મને આત્મવિશ્વાસ છે.

એક દિવસ તેમની ફેશન ડિઝાઇનની કંપનીના બોસે કહ્યું કે : તમારી ફેશન ડિઝાઈનર વિદેશમાં બધાને ખૂબ જ પસંદ આવી રહી છે. વિદેશમાંથી પણ ઓર્ડરો આવી રહ્યા છે. બધા જ તમને ત્યાં ડેમોસ્ટ્રેશન માટે બોલાવે છે મારી ઈચ્છા છે કે તમે બંને જણા વિદેશમાં મારી સાથે આવો તો સારી બાબત છે. આપણી કંપનીની નામના પણ વધશે અને તમારું નામ પણ ખૂબ જ આગળ જશે એટલે આપણે તમારી ઈચ્છા હોય તો હું ત્યાં કંપનીનો ત્યાં વિદેશની કંપની ને હૂં જાણ કરી દઉં કે ત્યાં તેઓ મિટિંગ ગોઠવી અને ઘણા બધા ઓર્ડરો આપણે મેળવી શકીએ એમ છીએ.

સુધાએ તરત જ કહ્યું : ના શેઠજી હવે મારે ફોરેનમાં ક્યારેય પણ આવવું નથી. રીનાએ પણ કહ્યું સુધાની જે ઈચ્છા છે એ જ મારી. અમે ફોરેન આવવા માટે બિલકુલ ઈચ્છા ધરાવતા નથી.

બોસએ કહ્યું : પરંતુ એવી તો કઈ તમારી મજબૂરી છે તમારી સામેની જિંદગીની સફળતા પોકારી રહી છે અને તમે આજે કેમ પાછી પાની કરી રહ્યા છો.

આ પણ વાંચો…Tribute on the first Punyatithi of Arvind Joshi: સિને જગતનાં ઝળહળતાં સિતારા અરવિંદ જોશીને એમની પ્રથમ પુણ્યતિથિએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ..!!

સુધાએ કહ્યું : અમારે જિંદગીની સફળતા અહીં જ પૂરી થાય તો પણ વાંધો નહીં. તમારે જે જોઈએ છે એ અહીંથી મળી રહે છે પરંતુ શેઠજી હવે અમારે અહીંથી આગળ જવાનું નથી. શેઠજી ખૂબ જ દબાણ કર્યું કે તમારા લીધે તમારી કંપની આગળ વધી રહી છે જો તમારે વિદેશ ના આવવું હોય તો તમે બંને જણા મારી કંપની છોડીને જઈ શકો છો.

સુધાએ કહ્યું : અમે હાલ રાજીનામું આપીને નીકળી રહ્યા છીએ. કારણ કે જ્યાં જ્યાં અમારી કદર ના થાય અમારું સ્વાભિમાન ન જળવાય, તમારી ઇચ્છાને માન ન અપાય, એવી કંપનીમાં અમારે નોકરી કરીને કોઈ ફાયદો નથી. અમે તો તમને ઘણી બધી મહેનત કરીને તમારી કંપનીની ટોચ ઉપર લાવી દીધી પરંતુ તમે અમારી સાથે એક વિશ્વાસની એક પળ પણ ન રાખી. ખરેખર દુનિયામાં ઘણા બધા સ્વાર્થી લોકોના દર્શન અમને થઇ રહ્યા છે. તમે આજે પણ નહીં આવીએ અને કાલે પણ નહીં આવીએ. આજે તમારી કંપની છોડી ને અમે જઈ રહ્યા છીએ. તમારી કંપની ખૂબ જ પ્રગતિ કરે એવા આશીર્વાદ અમે તમને આપીએ છે. કંપનીના બૉસને એમ હતું કે તે ચોક્કસ પાછા આવશે જ એમને બીજે ક્યાંય નોકરી મળવાની નથી. રશ્મિભાઈએ કહ્યું : બોસ બંને સ્ત્રીઓ ખૂબ જ સરસ છે અને આપણી કંપનીને એક જ વર્ષમાં કેટલી ટોચ પર પહોંચાડી છે તમે એમને પાછા બોલાવો તો સારી બાબત છે.

કંપનીના બોસે કહ્યું : આજે તો હું એમને બોલાવીશ નહીં. એ આવતી કાલે ચોક્કસ પાછા આવશે મને વિશ્વાસ છે, કારણ કે આ દુનિયામાં કોઈ પણ નોકરી રસ્તામાં પડી નથી એમ કરતાં તેમની કંપનીના કેબિનમાં ચાલ્યા જાય છે.

વધુ ભાગ આગળ-11
પ્રજાપતિ ભાનુબેન બી” સરિતા”

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *