Shraddha Kapoors Brother Arrested in drug case

Shraddha Kapoor’s Brother Arrested in drug case: હોટલમાં થઇ રેવ પાર્ટી, અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇની થઇ ધરપકડ- ટેસ્ટમાં ડ્રગ્સ લેવાનું સાબિત થયું

Shraddha Kapoor’s Brother Arrested in drug case: આ પાર્ટીમાં સિંદ્ધાત સહિત 6 લોકોમાં શામેલ છે જે ડ્રગ્સ લઈ રહ્યા હતા

બોલિવુડ ડેસ્ક, 13 જૂનઃShraddha Kapoor’s Brother Arrested in drug case: બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની પોલીસએ ધરપકડ કરી છે. આ વાતની જાણકારી બેંગલુરૂ પોલીસએ આપી છે. તેણે જણાવ્યુ કે સિદ્દાંતને ગઈ રાત્રે બેંગલુરૂના હોટલમાં રેવ પાર્ટી પર રેડના દરમિયાન પકડાયો છે. અને કથિત રૂપે આ 6 લોકોમાં શામેલ છે જે ડ્રગ્સ લઈ રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે એમજી રોડ પરની એક હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ડ્રગ્સ સેવનના શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલ્યા હતા. તપાસમાં પોઝિટિવ મળી આવેલા છ લોકોમાં શ્રદ્ધા કપૂરના ભાઈના સેમ્પલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સનું સેવન પાર્ટીમાં આવીને કર્યું કે હોટલમાં કર્યું.

આ પણ વાંચોઃ Monsoon starts in Gujarat: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ; સંતરામપુરમાં 3 ઇંચ, રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક બાદ એક બોલિવૂડ સેલેબ્સના નામ ડ્રગ્સ કેસમાં સામે આવી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સનો લેવાનો આરોપ છે. જે બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Starting educational work in state schools from today: આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું, કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં ચિંતા

Gujarati banner 01