Monsoon forecast

Monsoon starts in Gujarat: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ; સંતરામપુરમાં 3 ઇંચ, રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત

Monsoon starts in Gujarat: ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિમી., કપરાડામાં 31 મિમી., ધરમપુરમાં 25 મિમી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી.,કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિમી. વરસાદ પડ્યો

અમદાવાદ, 13 જૂનઃMonsoon starts in Gujarat: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 તાલુકામાં વરસાદ થયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી. વરસાદ ખાબક્યો છે, જ્યારે આજે સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિમી., કપરાડામાં 31 મિમી., ધરમપુરમાં 25 મિમી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી.,કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિમી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.

રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત

મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત થયાં હતાં. બીજી તરફ, હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતાં એક મહિલા સહિત કુલ ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલાં બે પશુનાં મોત નીપજ્યાં હતાં. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસનાં મોત થયાં હતાં. બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નીપજ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી રાતથી વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. રાત્રે હળવા ઝાપટાં બાદ સાબરકાંઠામાં વડાલીમાં સૌથી વધુ 40 મિમી એટલે કે 1.5 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, જ્યારે તલોદ તાલુકો રવિવાર આખો દિવસ કોરો રહ્યા બાદ સાંજે ભારે પવન ફૂંકાયા બાદ વીજકડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 27 મિમી એટલે કે 1 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તાોરમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુરમાં શરૂઆતમાં હળવો વરસાદ થયા બાદ પોણા કલાક સુધી વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડયું હતું.

આ પણ વાંચોઃ Starting educational work in state schools from today: આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું, કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં ચિંતા

કડી શહેરમાં રવિવારે સવારે 7 વાગ્યાથી વીજ કંપનીની પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત વીજળી બંધ રહેતાં અસહ્ય ગરમી અને ભારે ઉકળાટને કારણે આકૂળવ્યાકુળ થઈ ઊઠેલા શહેરીજનોએ સાંજના 4 વાગે વીજપુવરઠો પૂર્વવત થતાં રાહત અનુભવી હતી. દરમિયાન સાંજના 5 વાગે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં આંશિક ઠંડક પ્રસરી હતી. શહેરમાં માત્ર 3 મિમી વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળી હતી.

વડોદરામાં પાંચેક મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતાં માત્ર રસ્તાઓ જ પલળ્યા હતા. ત્યાર બાદ કાળાંડિબાંગ વાદળો પવનોને કારણે ખેંચાઈ ગયાં હતાં, જેને કારણે પહેલો વરસાદ ધોધમાર પડે એવી શહેરીજનોને આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે 20 મીમી જેટલો વરસાદ પડતાં ગરમીનો પારો 4 ડીગ્રી ઘટ્યો હતો. બીજી તરફ, વરસાદને પગલે શહેરના છાણી સહિતના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સોમવારના રોજ પણ શહેરમાં વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે, જ્યારે ગરમીનો પારો 39 ડીગ્રી સુધી રહેવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ પણ વાંચોઃ Dedication of various projects: કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarati banner 01