Sonakshi sinha Boyfriend

Sonakshi sinha Boyfriend: સલમાન ખાનના પરિવારમાંથી જ છે સોનાક્ષીનો બોયફ્રેન્ડ, ટૂંક સમયમાં અભિનેત્રી કરી શકે છે તેની સાથે લગ્ન

Sonakshi sinha Boyfriend: ઇન્ટરનેટ પર તેજીથી ફેલાય રહેલ જાણકારી અનુસાર તો એક્ટ્રેસ જલ્દી જ બંટી સજદેહ સાથે સાત ફેરા લઇ શકે છે

બોલિવુડ ડેસ્ક, 27 નવેમ્બર: Sonakshi sinha Boyfriend: સોનાક્ષી સિન્હાના લગ્નની ખબર એ સમયે સોશિયલ મીડિયા પર તેજીથી ફેલાઈ રહી છે. મીડિયામાં રુમર્ડ બોયફ્રેન્ડનું નામ પણ સામે આવ્યું છે. ઇન્ટરનેટ પર તેજીથી ફેલાય રહેલ ખબરોની માનીએ તો એક્ટ્રેસ જલ્દી જ બંટી સજદેહ સાથે સાત ફેરા લઇ શકે છે.

લગ્નના સીઝનમાં હવે વધુ એક હસીનાના સાત ફેરા લેવાની ખબર ખુબ તેજીથી ફેલાઈ રહી છે અને એનું નામ છે સોનાક્ષી સિન્હા. ખબર આવી રહી છે કે એક્ટ્રેસ જલ્દી જ બોયફ્રેન્ડ બંટી સજદેહ સાથે લગ્ન કરી શકે છે

કોણ છે બંટી સજદેહ?

સોનાક્ષી સિંહા વિશે તો તમે બધા જાણો છો પરંતુ આજે અમે તમને બંટી સજદેહ વિશે જણાવીશું, જેનું નામ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા સાથે ઘણા સમયથી જોડાઈ રહ્યું છે.

બંટી સજદેહનું ખાન પરિવાર સાથે ખાસ જોડાણ છે. બંટી સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો ભાઈ છે, એટલે કે તે સોહેલ ખાનનો સાળો છે

તમને જણાવી દઈએ કે બંટી સજદેહ પરિણીત છે અને તેના લગ્ન 2009માં ગોવામાં અંબિકા ચૌહાણ સાથે થયા હતા. સલમાને તેમના ડેસ્ટિનેશન વેડિંગમાં સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. ચાર વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

બંટી સજદેહનું નામ સોનાક્ષી પહેલા સુષ્મિતા સેન, દિયા મિર્ઝા, નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી જેવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. સમાચાર મુજબ, બંટી અને સોનાક્ષી 2012 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે

બંટી સજદેહ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ્સ અને સેલિબ્રિટી મેનેજર તરીકે ઓળખાય છે. બંટી સજદેવા કોર્નર સ્ટોન કંપનીના સીઈઓ છે. દિશા સલિયન પણ આ કંપનીમાં કામ કરતી હતી. જે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મેનેજર હતા. બંટીએ વિરાટ કોહલીને મોટી જાહેરાતો પણ અપાવી છે.

આ પણ વાંચોઃ Now on 30 of objective: શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 30 ટકા પૂછાશે હેતુલક્ષી પ્રશ્નો

Whatsapp Join Banner Guj