9a4ac605 1593 49fc 86df afb4be1211af

Domestic torture: સચિવાલયમાં નોકરી કરતી મહિલાને સાસરિયાઓનો ત્રાસ, સાસુએ 15 તોલા સોનું પડાવી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

Domestic torture: સાસુ સસરાએ વધુ દહેજની માંગણી કરતાં ચાંદખેડામાં નોધાઇ ફરિયાદ

ગાંધીનગર, 27 નવેમ્બરઃ Domestic torture: ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાએ પ્રેમ લગ્ન બાદ તેના પતિને કેનેડા મોકલવા માટે 6 લાખ રૂપિયા આપ્યા હતાં. તે ઉપરાંત તેના પિતાએ લગ્ન સમયે 15 તોલા સોનું દહેજમાં આપ્યું હતું. તેમ છતાંય સાસરિયાઓ વધુ દહેજની માંગ કરીને મહિલાને હેરાન કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતા પહેલા મહેસાણાની નામચીન કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે આંખ મળી જતા બંનેએ લગ્ન કર્યા હતા. બાદમાં પતિ કેનેડા જતો રહ્યો હતો. એકતરફ સાસુએ પરિણીતાના 15 તોલા સોનુ પડાવી લીધું અને પતિને અઢળક પ્રેમ કરતી હોવાથી કેનેડા મોકલવા બચતના લાખો રૂપિયા વાપરી નાખ્યા હતા.

વિગત મુજબ, ચાંદખેડામાં રહેતી મહિલા અગાઉ ગણપત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી. તે દરમિયાન પ્રોફેસર સાથે પ્રેમ સંબંધ બંધાતા લવ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ ગાંધીનગરમાં સરગાસણ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં. આ દરમિયાન મહિલાના પતિને કેનેડા અભ્યાસ માટે જવાનું થતાં તેને બે લાખ રૂપિયા આપ્યા હતાં. બાદમાં કેનેડામાં ફી ભરવા માટે ચાર લાખ રૂપિયા આપ્યાં હતાં. આ સિવાય લગ્ન સમયે જ મહિલાના પિતાએ દહેજમાં 15 તોલાના દાગીના આપ્યાં હતાં.

આ પણ વાંચોઃ Sonakshi sinha Boyfriend: સલમાન ખાનના પરિવારમાંથી જ છે સોનાક્ષીનો બોયફ્રેન્ડ, ટૂંક સમયમાં અભિનેત્રી કરી શકે છે તેની સાથે લગ્ન

મહિલાનો પતિ જ્યારે કેનેડા ગયો ત્યારે સાસુ સસરાએ વધુ દહેજની માંગણી કરી હતી. પતિ કેનેડાથી પરત આવ્યાં ત્યારે પણ ઘરમાં દહેજને લઈને કંકાસ ચાલુ રહેતો હતો.ચાંદખેડાના મકાનમાં રહેવા આવ્યા બાદ બંને જણા કેનેડા ગયા હતાં. કેનેડા ગયા બાદ થોડાક જ સમયમાં સાસરિયાઓએ મહિલાને પરત અમદાવાદ બોલાવી લીધી હતી. બાદમાં મહિલાને કોરોના થયો હતો. આ દરમિયાન પણ સાસરિયાઓ તેને કહેતાં કે તને ક્યારેય કેનેડા નહીં જવા દઈએ અને છુટાછેડા અપાવી દઈશું.

વર્ષ 2020 આસપાસ પરિણીતાના પતિએ સ્ટોક માર્કેટમાં દેવું થઈ જતા તેણે લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનું કહેતા પરિણીતા ખૂબ પ્રેમ કરતી હોવાથી બેએક લાખ મોકલી આપ્યા હતા.આ દરમિયાન પત્નીએ પતિના કહેવા પ્રમાણે કેનેડા જવા માટેની તમામ તૈયારી કરી લીધી હતી. પરંતુ તેના પતિએ ત્યાંથી કોઈ જ દસ્તાવેજો આજદિન સુધી મોકલ્યાં નથી. તેણે પત્નીને ખોટા આક્ષેપો કરીને ઈમેલ કર્યો હતો કે આપણો સંબંધ હવે પુરો થઈ ગયો છે. હવે હું કોઈ વાતચીત કરીશ નહીં. બાદમાં સાસરીમા પડેલો સામાન લેવા પત્ની ગઈ ત્યારે સાસુએ તેને કહ્યું હતું કે આ ઘર તારા પતિનું નથી. એમ કહીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. હાલમાં મહિલા તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ છે.

Whatsapp Join Banner Guj