Sonam kapoor pregnant

Sonam kapoor pregnant: સોનમ કપૂરે બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શૅર કરીને ચાહકોને આપ્યા ગુડ ન્યુઝ

Sonam kapoor pregnant: લગ્નના ચાર વર્ષ બાદ સોનમ કપૂર બની માતા

બોલિવુડ ડેસ્ક, 21 માર્ચઃ Sonam kapoor pregnant: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર લગ્નના ચાર વર્ષ બાદ માતા બનવાની છે. સોનમે બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની મોટી દીકરી છે. અનિલ કપૂરને દીકરો હર્ષવર્ધન તથા દીકરા રિયા કપૂર છે. રિયા કપૂરે ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં.

33 1647845194

સોનમ કપૂરે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય તેટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલાં પર એક સૂરમાં ધડકશે. એક પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.’

શૅર કરેલી તસવીરમાં સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે પોઝ આપે છે. તસવીરો સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી. કરીના કપૂરે કહ્યું હતું, ‘હું તમારા બંને માટે ખુશ છું. બાળકને રમાડવા માટે આતુર છું.’

આ પણ વાંચોઃ Namo vad van: મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાન નો પ્રારંભ કરાવ્યો

ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘AK vs AK’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે ‘બ્લાઇન્ડ’માં જોવા મળશે. આ ફિલ્મ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રીમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.

Gujarati banner 01