Special screening of this film for Home Minister: અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ગૃહમંત્રી અમિત શાહ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે

Special screening of this film for Home Minister: ફિલ્મમાં અક્ષય, માનુસી સહિત સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ જેવા કલાકારો છે

મનોરંજન ડેસ્ક, 25 મેઃSpecial screening of this film for Home Minister: અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ 3 જૂને થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ગૃહમંત્રી અમિત શાહ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ વાતની માહિતી ફિલ્મના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી આપી હતી. ગૃહમંત્રી પહેલી જૂનના રોજ ફિલ્મ જોશે.

ડિરેક્ટરે કહ્યું હતું કે ગૃહમંત્રી ફિલ્મ રિલીઝ થાય તેના બે દિવસ પહેલાં ફિલ્મ જોશે. જોકે, તેમણે સ્ક્રીનિંગ અંગેની અન્ય કોઈ માહિતી આપી નહોતી. પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે.

આ પણ વાંચોઃ Fire in pipodara surat GIDC: પ્લાસ્ટિકના વેસ્ટેજના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાગતા તે ભયંકર સ્વરૂપ ૪ કિમી સુધી દેખાયું

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.

ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં વિવાદમાં ફસાઈ છે. કરણી સેનાએ ફિલ્મનું ટાઇટલ બદલવાની માગ કરી છે. અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ કહ્યું હતું કે પૃથ્વીરાજ ગુર્જર હતાં અને ફિલ્મમાં તેમને એ જ રીતે બતાવવાના હતા. જો આમ નથી તો તેઓ ફિલ્મ રિલીઝ થવા દેશે નહીં

આ પણ વાંચોઃ Heavy wind forecast: માછીમારોને સમુદ્રમાં નહિ જવા આપી સૂચના 4 દિવસ સુધી સમુદ્રકિનારે 4૦થી5૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

Gujarati banner 01