Fire in pipodara surat GIDC

Fire in pipodara surat GIDC: પ્લાસ્ટિકના વેસ્ટેજના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાગતા તે ભયંકર સ્વરૂપ ૪ કિમી સુધી દેખાયું

Fire in pipodara surat GIDC: સુરતની પીપોદરા GIDCમાં આવેલી બંસી ટેક્ષટાઈલ કંપનીમાં પ્લાસ્ટિકના વેસ્ટેજના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેને લઈને આગના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. શોર્ટ સર્કિટથી લાગેલી આગે સમગ્ર ગોડાઉનને થોડીક જ ક્ષણોમાં ઝપેટમાં લઈ લીધું હતું જેથી આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

સુરત, 25 મેઃ Fire in pipodara surat GIDC: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઇડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા વિભાગ દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે, ત્રણથી ચાર કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા. આગ જોત જોતામાં એટલી પ્રસરી હતી કે, આખા ગોડાઉનને લપેટમાં લઇ લીધું હતું. સદનસીબે અત્યાર સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

આગ પ્લાસ્ટિકના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી હોવાનું જાણવા મળતાં સમગ્ર જિલ્લા અને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. જીઆઈડીસીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સુરત જિલ્લાની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ અન્ય ખાનગી કંપનીઓની ગાડીઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચીને કામગીરીમાં જોતરાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Heavy wind forecast: માછીમારોને સમુદ્રમાં નહિ જવા આપી સૂચના 4 દિવસ સુધી સમુદ્રકિનારે 4૦થી5૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી આગ ઉપર કાબૂ મેળવાયો નથી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ નિયંત્રણમાં લેવાનું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ પવનનું જોર હોવાથી આગ ઉપર સ્વાભાવિક રીતે જ ઝડપથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક હોવાને કારણે આગ સતત ભભૂકી રહી છે.

ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ભીષણ આગ હોવાને કારણે જીઆઇડીસીની આસપાસની મિલોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Kapil Sibal leaving Congress party: કપિલ સિબ્બલે છોડયો કોંગ્રેસનો હાથ, હવે આ પાર્ટીમાં જોડાશે- વાંચો વિગત

Gujarati banner 01