ED enforcement

Sandesara Group case: અહેમદ પટેલના જમાઈ સહિત ચાર લોકોની આટલા કરોડની સંપત્તિ કરી જપ્ત, વાંચો શું છે મામલો?

Sandesara Group case: રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહિત ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી, 03 જુલાઇઃ Sandesara Group case: સાંડેસરા ગ્રુપ કેસમાં ઇડીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહિત ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં 3 વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુંઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે. 

સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને 3 કરોડ, ડીનો મોરિયાને 1.4 કરોડ, અકીલ બચુલીને 12.54 કરોડ અને અહેમદ સિદ્દીકીને 3.51 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો ઇડીની તપાસમાં થયો છે

ઉલ્લેખનીય છે કે સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે, આ અગાઉ સીબીઆઈ એ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Aamir khan-kiran rao: આમિર ખાન અને કિરણ રાવના સંબંધમાં ભંગાણ, લગ્નના 15 વર્ષ બાદ લેશે ડિવોર્સ- વાંચો વિગત